૩ ડિસેમ્બરે ઉદ્ધવ સરકારના કેબિનેટનો વિસ્તાર થશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/11/Uddhav-Thakre.jpg)
મુંબઇ, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સરકાર દ્વારા બહુમત સાબિત કર્યા બાદ ૩ ડિસેમ્બરના રોજ કેબિનેટની તૈયારી છે. સૂત્રોના અનુસાર કેબિનેટ વિસ્તારમાં જ અજિત પવાર ઉપ મુખ્યમંત્રી પદની શપથ લેશે. ઉલ્લેખનીય છે કે આજે ઉદ્ધવ ઠાકરે અને તેમની સાથે ૬ મંત્રીઓના શપથ ગ્રહણનું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે એનસીપી દ્વારા અજિત પવાર પણ શપથ લઇ શકે છે, પરંતુ તમામ અટકળો પર વિરામ લગાવતાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા તથા પૂર્વ ઉપ મુખ્યમંત્રી અજિત પવારે કહી દીધું હતું કે નવનિયુક્ત મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે ગુરૂવારે શપથ લેશે.
જોકે તેમણે કહ્યું કે મુખ્યમંત્રી ઉપરાંત મહા વિકાસ અઘાડી (શિવસેના-એનીસીપી-કોંગ્રેસ)ના ઘટક દળોમાંથી બે-બે ધારાસભ્યો શપથ લેશે. તેમણે કહ્યું કે નવી સરકારના વિશ્વાસ મત પ્રાપ્ત કર્યા બાદ મંત્રીમંડળનો વિસ્તાર કરવામાં આવશે. તેમણે સંકેત આપ્યો છે કે તેમને પછી કેબેનિટમાં સામેલ કરવામાં આવશે.
આ પહેલાં મહારાષ્ટ્રમાં વિભિન્ન રાજકીય પક્ષો અને અપક્ષ ૨૮૭ નવા ચૂંટાયેલા ધારાસભ્યો દ્વારા બુધવારે વિધાનસભાના વિશેષ સત્રમાં શપથ ગ્રહણ કાર્યક્રમ પહેલાં પૂર્વ ઉપ મુખ્યમંત્રી અજિત પવારે હસતાં હસતાં બધા ચોંકાવી દીધા, જ્યારે તેમના પહોંચતાં જ તેમની પિતરાઇ બહેન સુપ્રિયા સુલેએ તેમનું સ્વાગત કર્યું અને તેમને ગળે લગાવી દીધા.