Western Times News

Gujarati News

૮૪ ટકા ભારતીય પાર્ટનરને પાસવર્ડ આપે છેઃ અહેવાલ

અંગત માહિતીને શેયર કરતી વેળા સાવધાની ખુબ જરૂરી
મુંબઇ, હાલમાં જ કરવામાં આવેલા એક રસપ્રદ અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે સંબંધમાં પ્રિવેસી જરૂર છે પરંતુ ૮૪ ટકા ભારતીય લોકો પોતાના પાર્ટનરની સાથે પોતાના પાસવર્ડને શેયર કરી રહ્યા છે. તેમને પિન નંબર પણ આપી રહ્યા છે. મેક્ફીના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતીય લોકો આ મામલે ઉદાર દેખાયા છે. બીજી બાજુ અભ્યાસમાં ચેતવણી આપવામાં આવી છે કે પાસવર્ડ અને પિન નંબર શેયર કરતી વેળા ખુબ સાવધાની રાખવામાં આવે તે જરૂરી છે.

અભ્યાસમાં કહેવામાં આવ્યુ છે કે ૭૭ ટકા ભારતીય લોકોનુ માનવુ છે કે ટેકનોલોજીનો ઉપયોગ તેમના સંબંધના એક હિસ્સા તરીકે છે. જ્યારે ૬૭ ચકા લોકોનુ માનવુ છે કે તેમના પાર્ટનર તેમના કરતા વધારે ઇન્ટરનેટ અથવા તો વેબસાઇટનો ઉપયોગ કરે છે. મેકફીના મુખ્ય અધિકારી વેંકટ કૃષ્ણપુરે કહ્યુ છે કે આજની જાડાયેલી લાઇફસ્ટાઇલમાં કામ અને ગ્રાહકોની સાથે સંપર્ક ટેકનોલોજી તેમજ એપ્સ વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે.

ટેકનોલોજી પર અમારી આ આત્મનિર્ભરતાના કારણે અમને અજાણ વ્યÂક્તની સાથે પણ ખાનગી માહિતીની આપ લે કરવી પડે છે. જેથી જરૂર કરતા વધારે માહિતી આપ લે કરતી વેળા ખુબ સાવધાની રાખવામાં આવે તે જરૂરી છે. કારણ કે આના કારણે કેટલીક વખથ બ્લેકમેઇલનો ખતરો રહે છે.

ખાસ કરીને યુવતિ સાથે આ માહિતીનો દુરુપયોગ કરવામાં આવી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ચાર ભારતીય લોકો પૈકી ત્રણ અથવા તો ૭૫ ટકા ભારતીય પોતાના સાથીની અટેન્શન મેળવી લેવા માટે તેમના ડિવાઇસની સાથે સ્પર્ધા કરે છે. અડધાથી વધારે પુખ્તવયના લોકો કહી ચુક્યાછે કે તેમની સાથે આવુ કેટલીક વખત બની ચુક્યુ છે. ૮૧ ટકા ભારતીય લોકોનુ કહેવુ છે કે તેમને પોતાના મિત્રો, પરિવારના સભ્યો અને જીવનના મહત્વપૂર્ણ વ્યÂક્તની સાથે આ બાબતને લઇને ચર્ચા કરવી પડે છે કે જ્યારે તે તેમની સાથે રહે છે ત્યારે ફોન પર વધારે ધ્યાન આપે છે.રસપ્રદ તારણ જારી કરાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.