Western Times News

Gujarati News

એસ્સારની મહત્વાકાંક્ષા લાંબા ગાળે લૉ કાર્બન ઊર્જા પ્રદાતામાં પરિવર્તિત થઈને અગ્રણી લૉ કાર્બન રિફાઇનરી બનવાની

એસ્સાર ઓઇલ યુકે અગ્રણી લૉ કાર્બન રિફાઇનરી બનવાની એની મહત્વાકાંક્ષા પૂરી કરવા 360 મિલિયન પાઉન્ડની કાર્બન કેપ્ચ્યોર સુવિધા ઊભી કરશે

કાર્બનના ઘટાડામાં મુખ્ય પરિબળ 360 મિલિયન પાઉન્ડના ખર્ચ CO2 કેપ્ચ્યોર પ્લાન્ટનું નિર્માણ બનશે, જે વર્ષ 2025ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં શરૂ થશે અને વર્ષ 2027માં નિર્માણકાર્ય પૂર્ણ થશે

સ્ટેનલૉ, 30 નવેમ્બર, 2022: એસ્સાર ઓઇલ યુકે લિમિટેડ (“એસ્સાર” અથવા “કંપની”)એ આજે એની સ્ટેનલૉ રિફાઇનરીમાં 360 મિલિયન પાઉન્ડના ખર્ચે નવો કાર્બન કેપ્ચ્યોર પ્લાન્ટ ઊભો કરવાની યોજનાની જાહેરાત કરી છે, જે વર્ષ 2030 સુધીમાં કાર્બનનું ઓછું ઉત્સર્જન કરતી અગ્રણી રિફાઇનરી બનવાની એની મહત્વાકાંક્ષા સાથે સુસંગત છે.

એસ્સાર એની વિવિધ ઊર્જાદક્ષ, ફ્યુઅલ-સ્વિચિંગ અને કાર્બન કેપ્ચ્યોર પહેલોમાં 1 અબજ પાઉન્ડથી વધારેનું રોકાણ કરે છે, જે વર્ષ 2030 સુધીમાં એની ઉત્પાદન પ્રક્રિયાઓને નોંધપાત્ર રીતે ડિકાર્બોનાઇઝ કરવા બનાવી છે અને એસ્સારને બ્રિટનના કાર્બનનું ઓછું ઉત્સર્જન તરફ દોરી જવામાં મોખરે છે.

એસ્સારની ઊર્જા પરિવર્તનની વ્યૂહરચના પાંચ સિદ્ધાંતો પર આધારિત છેઃ શક્ય એટલી કાર્યદક્ષ અને સલામત રીતે મુખ્ય સ્ટેનલૉ રિફાઇનિંગ પ્રક્રિયાઓને સંચાલિત કરવા; સ્ટેનલૉની કામગીરીઓને કાર્બનના ઉત્સર્જનથી મુક્ત કરવી; વર્ટેક્સ હાઇડ્રોજન (“વર્ટેક્સ”)ની પ્રસ્તુતિ અને હાયનેટ કોન્સોર્યિમના મુખ્ય ભાગ તરીકે હાઇડ્રોજનયુક્ત ભવિષ્યનું નિર્માણ; ગ્રીન ફ્યુઅલનો વિકાસ (સસ્ટેઇનેબ્લ એવિએશન ફ્યુઅલ્સ સહિત); અને સ્ટેનલૉ ટર્મિનલ્સ લિમિટેડ દ્વારા બ્રિટનની સૌથી મોટી જૈવઇંધણ સંગ્રહક્ષમતાની સ્થાપના.

એસ્સાર આંતરિક (ઊર્જાદક્ષતા અને કામગીરીમાં સુધારો) અને પરિવર્તનકારક પ્રોજેક્ટ્સના સમન્વય દ્વારા એના ડિકાર્બોનિઝેશન લક્ષ્યાંકોને હાંસલ કરશે, જેમાં આજે જાહેર થયેલો 360 મિલિયન પાઉન્ડનો કાર્બન કેપ્ચ્યોર પ્લાન્ટ સામેલ છે, પણ મહત્વપૂર્ણ રોકાણોના પરિણામે એસ્સાર હાઇડ્રોજન અને જૈવઇંધણો તરફ અગ્રેસર છે.

કેન્ટ પીએલસીને સ્ટેનલૉ રિફાઇનરીમાં સ્થિત યુરોપનાં સૌથી મોટાં ફૂલ-રેસિડ્યુ ફ્લૂઇડાઇઝ કેટાલીટિક ક્રેકિંગ યુનિટ્સ પૈકીના એકમાંથી ઉત્સર્જિત કાર્બન ડાયોકસાઇડ (CO2)ને ગ્રહણ કરે એવી સુવિધા વિકસાવવા પ્રી-ફીડ એન્જિનીયરિંગ કોન્ટ્રાક્ટ મળ્યો છે. ઇંગ્લેન્ડના ઉત્તર પશ્ચિમમાં હાયનેટ ક્લસ્ટર માળખાના ભાગરૂપે લિવરપૂલ બેમાં દરિયાની નીચે ડિપ્લેટેડ ગેસ ફિલ્ડમાં ગેસ કાયમ માટે અલગ પડી જશે.

પ્લાન્ટ વર્ષ 2027માં પૂર્ણ તયા પછી દર વર્ષે અંદાજે 0.81 મિલિયન ટન CO2ને દૂર કરશે – જે રોડ પર 400,000 કારમાંથી મુક્ત થતાં કાર્બન ડાયોકસાઇડ સમાન છે, જે સ્ટેનલૉના તમામ ઉત્સર્જનમાંથી આશરે 40 ટકાને દૂર કરશે. પ્રોજેક્ટની પસંદગી આ ઉનાળાની શરૂઆતમાં સીસીયુએસ ક્લસ્ટર સીક્વેન્સિંગ પ્રક્રિયામાં ફેસ-2 વિજેતા તરીકે બીઇઆઇએસ દ્વારા થઈ છે અને આ રીતે અત્યારે ઉચિત તબક્કા દ્વારા પ્રગતિ કરે છે.

એસ્સાર ઓઇલ યુકેના સીઇઓ દીપક મહેશ્વરીએ કહ્યું હતું કેઃ “આ નવો કાર્બન કેપ્ચ્યોર પ્લાન્ટ અમારી પ્રક્રિયાઓને ડિકાર્બનાઇઝ કરવાની સૌથી મોટી પહેલ છે અને અમારી અતિ મહત્વકાંક્ષી ડિકાર્બનાઇઝેશન સ્ટ્રેટેજીનું મુખ્ય પાસું છે. અમારી આકાંક્ષા અગ્રણી લૉ કાર્બન રિફાઇનરી બનવાની છે.

આ વિશાળ પહેલ છે, પણ આ એક સફર છે, જેના પ્રત્યે અમે સંપૂર્ણપણે કટિબદ્ધ છીએ. એટલું જ નહીં આ પર્યાવરણ માટે ઉચિત કામગીરી કરવાની સાથે આ લાંબા ગાળે મહત્વપૂર્ણ સ્ટેનલૉ રિફાઇનરીના મજબૂત ભવિષ્યનો પુરાવો પણ છે, જે રોજગારી અને ઉદ્યોગનું રક્ષણ કરવાની સાથે સ્ટેનલૉને બ્રિટનનાં ઊર્જાપરિવર્તનનાં કેન્દ્રમાં પણ સ્થાન આપશે.”

એસ્સારે એના વ્યાપક ડિકાર્બોનાઇઝેશન લક્ષ્યાંકો પાર પાડવા ઝડપથી પ્રગતિ કરી છે. સપ્ટેમ્બરમાં ઇઓયુકેએ જાહેરાત કરી હતી કે, કંપનીએ 280MW+ હાઇડ્રોજનના પુરવઠા માટે પ્રોગ્રેસિવ એનર્જી સાથે સંયુક્ત સાહસ વર્ટેક્સ સાથે ‘હેડ્સ ઓફ ટર્મ્સ’ સમજૂતી કરી હતી.

હાઇડ્રોજનનો ઉપયોગ એસ્સારના હાલની ઉત્પાદન સુવિધાઓનાં ડિકાર્બોનાઇઝેશનમાં મદદરૂપ થવા થશે, જેમાં નવી હાઇડ્રોજન સંચાલિત ફર્નેસ[1] સામેલ છે, જેની ડિલિવરી ચાલુ વર્ષે ઓગસ્ટમાં થઈ હતી. 45 મિલિયન પાઉન્ડની ફર્નેસ બ્રિટનમાં પ્રથમ પ્રકારની છે, જે 100 ટકા હાઇડ્રોજન સોર્સ પર ચાલવા સક્ષમ છે અને સ્ટેનલૉમાં હાલ ત્રણ ફર્નેસનું સ્થાન લેશે.

વર્ટેક્સ હાયનેટ ક્લસ્ટર (www.hynet.co.uk)ના ભાગરૂપે યુકેમાં પ્રથમ લાર્જ સ્કેલ, લૉ કાર્બન ઉત્પાદન કેન્દ્ર વિકસાવે છે. આ 1GW હાઇડ્રોજન (બ્રિટનના લિવરપૂલ જેવા મોટા શહેરના ઊર્જાના વપરાશને સમકક્ષ)નું ઉત્પાદન કરશે અને દર વર્ષે 1.8 મિલિયન કાર્બનને કેપ્ચ્યોર કરશે. વર્ષ 2030 સુધીમાં વર્ટેક્સને આશરે 4GW લૉ કાર્બન હાઇડ્રોજન મળવાની અપેક્ષા છે, જે બ્રિટન સરકારના રાષ્ટ્રીય લક્ષ્યાંકના 40 ટકાને સમકક્ષ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.