‘રેલ દર્પણ’ ના નવીનતમ અંકનું પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક શ્રી એ. કે. ગુપ્તા દ્વારા વિમોચન
ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ મહોદયના હસ્તે ભારત સરકારના ગૃહ મંત્રાલયના રાજભાષા નિદેશાલયની મહત્વપૂર્ણ પુરસ્કાર યોજના હેઠળ દેશની સર્વશ્રેષ્ઠ ગૃહ પત્રિકાનુંરાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત થયેલ પશ્ચિમ રેલવેની લોકપ્રિય ગૃહ પત્રિકા ‘રેલ દર્પણ’નાનવીનત્તમ અંકનું વિમોચન સોમવાર, 15 જુલાઈ, 2019 ના રોજ ચર્ચગેટ સ્થિત પ્રધાન કાર્યાલયમાં પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક શ્રી એ. કે. ગુપ્તાએ કર્યું હતું. આ પ્રસંગે શ્રી ગુપ્તાએ પત્રિકાની સમ્પાદકીય ટીમના પ્રયત્નોની પ્રસંશા કરતાં એ બાબતે પ્રસન્નતા વ્યક્ત કરી હતી કે એક લોકપ્રિય ગૃહ પત્રિકા તરીકે‘રેલ દર્પણ’ એ તેની રચનાત્મક ઉત્કૃષ્ટતા માટે ના તો કેવળ પ્રતિષ્ઠિત પુરસ્કાર જીત્યા છે,
પરંતુ પશ્ચિમ રેલવની સાહિત્યિક પ્રતિભાઓને તેમની વૈચારિક અભિવ્યક્તિ માટે એક સશક્ત માધ્યમ પણ ઉપલબ્ધ કરાવ્યુ છે. આ પ્રસંગે અપર મહાપ્રબંધક શ્રી વી. કે. ત્રિપાઠી, જુદા જુદા પ્રધાન વિભાગ અધ્યક્ષો અને ‘રેલ દર્પણ’ના મુખ્ય જનસંપર્ક અધિકારીશ્રી રવિન્દ્ર ભાકર ઉપરાંત રેલ દર્પણના વરિષ્ઠ કાર્યકારી સંપાદક શ્રી ગજાનન મહતપુરકર અને ઉપસંપાદક શ્રી વર્ગીસ જ્યોર્જ પણ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્ય સંપાદક શ્રી ભાકરે મહાપ્રબંધક મહોદયને નવીનત્તમ અંક વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે આ નવો અંક રેલ દર્પણનો 29મો અંક છે. આ વખતના અંકને ભારત સરકારના સુરુચિપૂર્ણ ઘોષ મંત્ર એક ભારત શ્રેષ્ઠ ભારતને મુખ્ય રીતે આધાર બનાવ્યો છે. અને નવા અંકનું આવરણ પૃષ્ઠ પણ આના પર આધારિત છે, જેમાં આધુનિક ભારતની એકતા અને પ્રગતિના પ્રતિક દર્શાવતા લોહ પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની કેવડીયામાં ગત વર્ષે સ્થાપિત ભવ્ય પ્રતિમાંનું આકર્ષક અને વિહંગમ દ્રશ્ય આ પૃષ્ઠની શોભા વધારી રહ્યું છે, તેમજ એક ભારત શ્રેષ્ઠ ભારતના પ્રતીક ચિન્હ સાથે દર્શાવેલ કાવ્ય પંકિતઓ અમારા ગૌરવશાળી રાષ્ટ્રની ગરિમાને ઉત્કૃષ્ટ રીતે અભિવ્યક્ત કરે છે.
એક ભારત શ્રેષ્ઠ ભારતને આધાર બનાવીને લખાયેલ વિશેષ કાવ્ય રચના રાષ્ટ્ર કે ગૌરવ કા ગાનઆ નવા અંકનું મુખ્ય આકર્ષણ છે, જેમાં આપણા પ્રિય રાષ્ટ્રની ગૌરવશાળી સંસ્કૃતિ અને સમૃદ્ધ ઇતિહાસ ઉપરાંત ગતિશીલ વર્તમાનની પ્રગતિશીલ સિધ્ધિઓ અને ઉજ્જવળ ભવિષ્યની સુખદ કલ્પનાઓને પ્રભાવશાળી શબ્દચિત્રો અને કાવ્યાત્મક અભિવ્યંજનાઓના માધ્યમથી અદભુત રીતે પરોવાયું છે.
રેલ દર્પણના આ નવા અંકમાં પશ્ચિમ રેલવે ખાતે પાછલા કેટલાક મહિનામાં થયેલ ઉલ્લેખનીય પ્રગતિ અને સામયિક પ્રવૃત્તિઓની સચિત્ર ઝલક જોવા મળશે, તેમજ હંમેશાની જેમ સખિયોં કા સંસાર, વ્યંગ્ય –વીથિકા, સ્વાસ્થ્ય ચર્ચા, કથા-કુંજ, પુસ્તક સમીક્ષા, જિંદાદિલી અને ઉલ્લાસ કે હરકારે, ખેલ-ખિલાડી, વિશેષ ફોટો ફીચર અને પાટક-પીઠિકા જેવા નિયમિત સ્તંભ સૌના મન મસ્તિકને આનંદ આપવા અને આકર્ષવા માટે તૈયાર છે.
વિશેષ અતિથિ રચનાકારના ખૂજબ લોકપ્રિય સ્તંભમાં આ વખતે પ્રખ્યાત કવિ સ્વ. સુરેન્દ્ર દુબે જીના કેટલાક પ્રસિદ્ધ ગીતો રજૂ કર્યા છે. તેમજ અંગ્રેજી ખંડમાં આ વખતે સ્પેશિયલ ફીચરમાં પશ્ચિમ રેલવેની ગૌરવશાળી ધરોહરની સચિત્ર ઝલક ઉપરાંત પ્રખ્યાત અભિનેતા શ્રી જેકી શ્રોફના વિશેષ ઇન્ટરવ્યુનો આનંદ માણી શકાય છે. ઉપરાંત પ્રાદેશિક ભાષા મરાઠીને સમર્પિત માય મરાઠી ની શ્રૃંખલા પણ યથાવત ચાલુ રહી છે. આ પત્રિકાનું ઇ-સંસ્કરણ પશ્ચિમ રેલવેની વેબસાઇટ www.wr.indianrailways.gov.in.પર પણ ઉપલબ્ધ છે.