ઘરઆંગણે બાંધેલા બકરાઓની તસ્કરી
પશુઓ પણ રહ્યા નથી સુરક્ષિત
(વિરલ રાણા) ભરૂચ,ભરૂચ જીલ્લામાં એક તરફ નવા એસપીની એન્ટ્રીથી વિવિધ પોલીસ મથકના અમલદારો ગેરકાનૂની પ્રવૃત્તિઓ ઉપર અંકુશ મેળવામાં મગ્ન બન્યા છે.ત્યાં જ અંકલેશ્વર તાલુકાના ઉચ્છાલી ગામે પોતાના ઘર આંગણે બાંધેલા બકરાઓની તસ્કર ટોળકી તસ્કરી કરી જતા પશુપાલકે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના ઉચ્છાલી ગામે પશુપાલકે પોતાના ઘર આંગણે બકરાઓ બાંધી રાત્રી દરમ્યાન મીઠી નીંદર માણી રહ્યા હતા.તે દરમ્યાન મળસ્કે અજાણ્યા તસ્કર ટોળકીએ તેઓના ઘર આંગણે બાંધેલા ૯ બકરા અને ૧૪ બકરીઓની તસ્કરી કરી પલાયન ગયા હતા.
જે બાદ પશુપાલકે વહેલી સવારે ઘર આંગણે બાંધેલા બકરા – બકરીઓ નજરે ન પાડતા બકરાઓની ચોરી થઈ હોવાનું માલુમ પડતા પશુપાલકે નજીકના પોલીસ મથકે દોડી જઈ પશુ ચોરી અંગેની ફરિયાદ આપતા પોલીસે તસ્કર ટોળકીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે એક બાજુ મોંધવારીનો માર તો બીજી બાજુ બેરોજગારીને લઈને લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે.તેવામાં લોકો ગેરપ્રવૃત્તિ તરફ વળ્યા છે.ત્યારે લૂંટ,ચોરી સહિતના બનાવો તો બને જ છે પંરતુ હવે પશુ ચોરીના બનાવો પણ વધતા જઈ રહ્યા છે.ત્યારે કહી શકાય કે હવે પશુઓ પણ સુરક્ષિત નથી.