અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ નજીક ઈન્ડીકા ગાડીમાં આગ

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ નજીક ટાટા કંપનીની ઈન્ડીકા ગાડી માં અચાનક બોનેટ માંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા એક તબક્કે ઉપસ્થિત લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.જોકે જાગૃત નાગરિકોએ અંકલેશ્વર નગર પાલિકાના ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ ને જાણ કરતા મોટી દુર્ઘટના થતા ટળી હતી.જો કે સદ્દનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી.
અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ નજીક આજે સવારે અચાનક ટાટા કંપનીની ઈન્ડીકા ગાડી નંબર જીજે ૧૬ બીબી ૧૯૫૨ માં કોઈક કારણસર એકાએક બોનેટ ના ભાગેથી ધુમાડાના ગોટેગોટા નીકળતા દેખાતા સમય સુચકતા વાપરી ગાડી ચાલક ગાડી માંથી બહાર આવી ગયા હતા.ઘટના અંગેની જાણ અંકલેશ્વર નગર પાલિકા ફાયર એન્ડ ઈમર્જન્સી સર્વિસને કરાતા ફાયર ફાઈટર ના જવાનોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગાડી ઉપર પાણીનો મારો ચલાવતા મોટી દુર્ઘટના થતા ટળી હતી.
જોકે આવતીકાલે શનિવાર અને રવિવારે વેપારીઓના સ્વૈચ્છિક બંધના નિર્ણયને પગલે બજારોમાં લોકોની ભીડ ઉમટી હતી. તેવામાં ગાડીમાં કોઈ કારણસર ધુમાડા નીકળતા લોકોના જીવ પણ તાળવે ચોંટયા હતા.જો કે સદ્દનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈપણ જાતની જાનહાની ન થતાં તંત્ર સહિત શહેરીજનોએ હાશકારો અનુભવ્યો હતો.