અંકલેશ્વરના નોબલ માર્કેટ સ્થિત પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગતા ફાયર ફાયટરોએ કાબુ મેળવ્યો

તસવીરઃ વિરલ રાણા, ભરુચ
(પ્રતિનિધિ) ભરૂચ, આગને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો કાળા ડિબાંગ ધુમાડાના ગોતેગોટા આકાશમાં નજરે પડ્યા
અંકલેશ્વરના નોબલ માર્કેટ સ્થિત પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.
આગે વિકારણ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.આગની ગંભીરતાને કારણે ફાયર ફાયટરો સ્થળ પર દોડી આવ્યા હતા અને આગ ઉપર પાણીનો મારો ચલાવી મહામહેનતે આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
આજરોજ વહેલી સવારે અંકલેશ્વર નોબલ માર્કેટ સ્થિત પ્લાસ્ટિકના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી.આગે વિકારણ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.આગને પગલે સ્થાનિકોએ ડી.પી.એમ.સી ફાયર વિભાગમાં જાણ કરી હતી.
આગની ગંભીરતાને કારણે ફાયર ફાયટરો સ્થળ પર દોડી આવ્યા હતા અને આગ ઉપર પાણીનો મારો ચલાવી મહામહેનતે આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગની ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહીં થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.જ્યારે આગ ક્યાં કારણોસર લાગી તે જાણી શકાયું નથી.