અંકલેશ્વરના માંડવા ગામની દુર્લભ ટેકરી ફળીયામાં ખુલ્લી જગ્યામાં જુગાર ઈસમોને ઝડપી પાડતી શહેર પોલીસ

પોલીસે સ્થળ ઉપર થી સાત ઈસમોને રોકડા રૂપિયા ૧૦,૬૩૦ ના મુદ્દામાલ સાથે અટકાયત કરતી અંકલેશ્વર શહેર પોલીસ.
ભરૂચ: વડોદરા રેન્જ પોલીસ મહાનીરીક્ષક અભયસિંહ ચુડાસમા તથા ભરૂચ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ ત૨ફ થી જીલ્લામાં પ્રોહીબીશન અને જુગા૨ની અસામાજીક પ્રવૃત્તિ ચલાવતા ઈસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપી હતી.જેના અનુસંધાન માં નાયબ પોલીસ અધિક્ષક એમ.પી.ભોજાણી અંકલેશ્વ૨ ડીવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ માણસો પેટ્રોલીંગ માં હતા.
આ દ૨મ્યાન બાતમીદા૨ થી બાતમી મળેલ કે માંડવા ગામે દુર્લભ ટેકરી ફળીયામાં ખુલ્લી જગ્યામાં પત્તાપાના પૈસા વડે હારજીતનો જુગા૨ ૨મી ૨માડે છે જે બાતમી આઘારે રેઈડ કરતાં ઘટના સ્થળ ઉપ૨ હાજ૨ સાત આરોપી વિજયભાઈ સોમાભાઈ વસાવા ઉવ૩૦ ૨હે,માંડવા ટેકરી ફળીયુ તા-અંકલેશ્વર જી.ભરૂચ, અજયભાઈ છનાભાઈ વાઘેલા ઉવ.૩૯ ૨હે, અંદાડા રઘુવીર નગ૨ સોસાયટી તા-અંકલેશ્વ૨ જી.ભરૂચ,પરેશભાઈ રામસીંગભાઈ વસાવા ઉવ.૨૭ ૨હે,માંડવા ટેકરી ફળીયુ તા-અંકલેશ્વર જી.ભરૂચ,ભીખાભાઈ ૨ણછોડભાઈ માછી પટેલ ઉવ.૬૨ ૨હે,માંડવા પટેલ ફળીયુ તા-અંકલેશ્વ૨ જી.ભરૂચ, પ્રવિણભાઈ ૨ાકાભાઈ વસાવા ઉવ.૨૫ ૨હે,માંડવા વાળંદ ફળીયુ તા-અંકલેશ્વ૨ જી.ભરૂચ,રાજેશભાઈ કાન્તીભાઈ પટેલ ઉવ.૩૧ ૨હે,માંડવા પટેલ ફળીયુ તા-અંકલેશ્વર જી.ભરૂચ અને ઉમેશભાઈ ખંડુભાઈ ચૌહાણ ઉવ.૪૬ ૨હે,માંડવા ટેકરી ફળીયુ તા- અંકલેશ્વર જી.ભરૂચ નાઓ ને ઝડપી પાડયા હતા.તેઓની અંગ ઝડતી માંથી તથા દાવ ઉપર થી રોકડા રૂ.૧૦,૬૩૦ તથા જુગા૨ ૨મવાના મુદ્દામાલ સાથે પકડાઈ જતા તમામ આરોપીઓ નીઅટક કરી જુગા૨ધારા કલમ ૧૨ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.