અંકલેશ્વરના વાલિયા રોડ સ્થિત સી.એમ એકેડમીમાં વાલીઓનો હલ્લાબોલ
શાળાએ અપીલનો ચુકાદો આવે ત્યાં સુધી વાલીઓ પાસે ફી નહિ માંગવા સહમતી દર્શાવી
(પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વર વાલિયા રોડ સ્થિત સી.એમ એકેડમી માં વાલીઓ નો હલ્લાબોલ કર્યો હતો.ફી ના મુદ્દે મીટીંગ નું આયોજન કર્યા બાદ શાળા માં વાલીઓ માટે પ્રવેશબંધી કરી ગેટ પર તાળાબંધી કરી દેતા વાલીઓ વરસતા વરસાદ વચ્ચે પણ રોડ પર બેસી સજ્જડ વિરોધ નોંધાવ્યો હતો
અને શાળા ને એફ.આર.સી મુજબ ફી લેવાની માંગ કરી હતી ફીના મુદ્દે શાળા દ્વારા બાળકોને શિક્ષા કરતા હોવાનો પણ વાલીઓ આરોપ લગાવ્યો હતો.અંતે જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારી અને વાલી પ્રતિનિધિ અને સ્કૂલ મેનેજમેન્ટ વચ્ચે બંધ બારણે બેઠક મળી જેમાં આગામી દોઢ મહિના ની વચગાળા ની રાહત કેટલાક ર્નિણય આધારે આપી શાળા એ પણ સમય માગ્યો હતો.
અંકલેશ્વર – વાલિયા રોડ પર કોંઢ ગામ ખાતે આવેલ સી.એમ એકેડમી ખાતે છેલ્લા દોઢ વર્ષ થી ઉપરાંતથી ફીના મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. ગત સપ્તાહ એ જ ફી ના મુદ્દે વાલી મંડળ રજુઆત કરતા શાળા મેનેજમેન્ટ દ્વારા પોલીસ બોલાવતા મામલો ભડક્યો હતો.
અંતે પોલીસ ની દરમિયાનગીરી થી ૧૫ મી જૂન ના રોજ શાળા મેનેજમેન્ટ અને વાલી વચ્ચે બેઠક માં ર્નિણય કરવા નું નક્કી કરવામાં આવ્યું હતું.જાે કે બેઠક યોજાય એ પૂર્વે એકેડમી દ્વારા વાલીઓ ને શાળા એ કોઈ બેઠક ના યોજાશે તેવા મેસેજ કરી વાલીઓ શાળાએ ના આવવા તાકીદ કરી હતી.
જે બાદ વાલી મંડળ વિફર્યુ હતું. અને આજરોજ સી.એમ.એકેડમી ખાતે હલ્લાબોલ કર્યો હતો.જાે કે શાળા ખાતે પહોચતા જ શાળા ના ગેટ પર તાળા વાગી ગયા હતા.વરસતા વરસાદ વચ્ચે વાલીઓનો વિરોધ ચાલુ રહેતા અંતે જિલ્લા શિક્ષણ વિભાગ માં ફરિયાદ કરવામાં આવતા શિક્ષણ વિભાગ ના અંકલેશ્વર ના અધિકારી ભરત સલાટ સ્થળ પર દોડી આવ્યા હતા
અને વાલીમંડળ ના પ્રતિનિધિ તેમજ સ્કૂલ મેનેજમેન્ટ ના પ્રતિનિધિ અને તેમની મધ્ય સ્થિતિ વચ્ચે શાળા ઓફિસ માં બંધ બારણે બેઠક યોજવામાં આવી હતી.શિક્ષણ વિભાગ દ્વારા એફ.આર.સી ના નિયમ અનુસાર ફી લેવા તાકીદ કરી હતી. શાળાએ અપીલ નો ચુકાદો આવે ત્યાં સુધી વાલીઓ પાસે ફી નહિ માંગવા સહમતી દર્શાવી હતી.
બેઠક માં વાલીઓ એફ.આર.સી. સિવાય ની વધારા ની ફી ના મુદ્દે અલગ એકાઉન્ટ ખોલાવી તેમાં એફ.આર.સી સિવાય ની ફી ચુકાદો નહિ આવે ત્યાં સુધી આપતા સહમતી હતી.જે બાદ શાળા એ ઉપરી મેનેજમેન્ટ આગળ વાલીઓનો મુદ્દો પહોંચાડી આ અંગે વિચારવાનો સમય માંગ્યો હતો.
અને હાલ ફી ના મુદ્દે વાલીઓ આગળ કોઈ દબાણ ના કરવા માટે પણ વાલી મંડળ દ્વારા રજુઆત કરાઈ હતી. તેમજ શાળા ફી ના મુદ્દે જાે સુપ્રીમ માં જઈ શકે છે.તો શાળા સામે વાલીમંડળ પણ સુપ્રીમ માં જવા ની ચીમકી વાલી મંડળ ના સભ્ય નરેશ પુજારા તેમજ અન્ય વાલી ઓ એ ઉચ્ચારી હતી.