અંકલેશ્વરની અમરાવતી ખાડી કેમિકલ યુક્ત પાણીથી પ્રદુષિત થતા જળચર પ્રાણીઓના મૃત્યુ
(તસ્વીરઃ- વિરલ રાણા, ભરૂચ) અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામ પાસેથી પસાર થતી અમરાવતી નદી ના પાણીમાં લાલ કલર નું કેમિકલયુક્ત પાણી ફરી જતા જળચર પ્રાણીઓ ના મૃત્યુ થયા છે જેમાં અંદાજીત ૧૨ કિલો જેવું વજન ધરાવતા મોટા જળચર પ્રાણીઓ ના મૃત્યુ થયા છે. આ પ્રદુષિત પાણી હાલ ક્યાંથી આવે છે એ તપાસનો વિષય છે.
પ્રકૃતિ સુરક્ષા મંડળના હરેશભાઈ દ્વારા આ બાબતની ફરિયાદ જી.પી.સી.પી ને કરવા વિભાગીય અધિકારી ત્રિવેદી ને તેમના મોબાઈલ પર સંપર્ક કરવાની કોશિશ કરાઈ હતી.જ્યાં તેમણે ગઈ કાલે અને આજે પણ ફોન ઉપાડ્યો ન હતો.આમ શનિ-રવિ ની અધિકારીઓ ની રજાઓ માં બનતી આ ઈરાદાપૂર્વક ની ઘટનાઓ માં કાર્યવાહી થતી નથી અને જ્યારે તપાસ કરવા ટીમ આવે ત્યારે ઘણું વિલંબ થઈ જવાથી ઘટનાના ના લીધે મુખ્ય કારણો શોધી શકાતા નથી, જે દુઃખદ અને ગંભીર બાબત છે.
હાલ સ્થાનિકો દ્વારા આ મૃત માછલીઓ ને પકડી ખોરાક તરીકે ઉપયોગ માં લેવાશે જે તેમના સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક થઈ શકે છે.આ પાણીથી ભૂગર્ભજળ પણ ખરાબ થાય છે અને પર્યાવરણને ગંભીર નુકશાન થતું આવ્યું છે.વારંવારની થતી આ ઘટનાઓની તપાસ કરી કાયમી ધોરણે આ સમસ્યાનું નિરાકરણ આવે એવી લોક લાગણી છે.
આજ અમરાવતીમાં ભૂતકાળમાં પણ અનેક વખત પ્રદૂષિત થઈ છે અને મોટા જળચર પ્રાણીઓ ના મૃત્યુ હતા.તેમ છતાં જવાબદાર વિભાગો ના અધિકારીઓ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી જેના કારણે આવા ત¥વો ને છૂટો દૌર મળી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ચોમાસા ની ઋતુ માં ઉધોગો દ્વારા પ્રદુષિત પાણી વરસાદી ગટરો માં છોડી દેવામાં આવે છે.જેના લીધે આવી ઘટનાઓ વારંવાર બને છે અને આ બાબતે જી.પી.સી.બી દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા ન હોવાના કારણે આ પ્રવૃત્તિઓ માં વધારો થતો જાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર અને પાનોલી ખાતે આવેલ ઉદ્યોગો પોતાનો કેમિકલ વેસ્ટ ખુલ્લી ગટરો અને આવી ખાડી કે નદી માં છોડી દેતા હોય છે જેના કારણે ભૂગર્ભ જળ માં પણ અસર થવા સાથે જળચર અને માનવી ને પણ નુકશાન થઈ રહ્યું છે ત્યારે જી.પી.સી.બી ક્યાં પ્રકાર ની જવાબદારો સામે કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.