અંકલેશ્વરની આમલાખાડીમાં લાલ રંગના વહેતા પ્રદૂષિત પાણી
(પ્રતિનિધિ) ભરૂચ, ફરી એક વખત અંકલેશ્વરની આમલખાડીમાં પ્રદુષિત પાણી વહી રહ્યા હતા.પણ ફરક એટલો હતો કે જે પાછલા એક અઠવાડિયા થી પીળા કલરનું પાણી હતું તે હવે રંગ બદલી લાલ કલરનું વહી રહ્યું છે.તેમ છતાં તંત્રની આંખ ઉપર પડેલો પડદો ક્યારે ઉતરશે તે ચર્ચાઈ રહ્યું છે.
પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા આ બાબતે જીપીસીબી, નોટિફાઈડ અને દ્ગઝ્ર્ ના અધિકારીઓ ને ફરિયાદ કરવામાં આવી હતી.જેના અનુસંધાને મોડે મોડે નોટિફાઈડ વિભાગે સમારકામ કાર્યવાહી હાથધરી હતી. ગઈકાલ થી ઔદ્યોગિક વસાહત માં સમાચાર વહેતા હતા કરી બધાને સાવધાન રહેવાની સૂચના સાથે જણાવવામાં આવ્યું હતું કે ગાંધીનગર થી જીપીસીબીના મેમ્બર સેક્રેટરી પોતે અંકલેશ્વરની મુલાકાતે આવી રહ્યા હોવાથી બધાએ સાવધાન રહેવું.આ સાવધાન રહેવાના સમાચાર પછી પણ આ પરિસ્થિતિ છે.
ત્યારે પ્રકૃતિ સુરક્ષા મંડળ ના સલીમ પટેલે જણાવ્યું હતું કે ‘વાલિયા ચોકડી પાસે આવેલ લાઈન માંથી આ પાણી વહી રહ્યા હોવાની અમારી ફરિયાદ બાદ નોટિફાઈડ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે.ફરિયાદ પછી રીપેર કરવામાં આવે છે ત્યાં સુધી પર્યાવરણ ને મોટું નુકસાન થઈ જાય છે.
અમો ને પણ જીપીસીબી ના મેમ્બર સેક્રેટરી આવવાના આ સમાચાર મળતા અમોએ એમની મુલાકાત કરવા અર્થે એમને ફોન કરતા એમને જણાવ્યું હતું કે અમારો આજે આવવાનો કોઈ પ્રોગ્રામ નથી અને તમારી ફરિયાદ પર કાર્યવાહી કરી છે.’*