અંકલેશ્વરની બેલ કંપનીમાંથી તસ્કરો ૮૬ કિલો કોપર ચોરી જતાં સમગ્ર ઘટના CCTVમાં કેદ

કંપનીના જ ગાર્ડની સંડોવણી હોવાની આશંકાઃ પોલીસે સીસીટીવીના આધારે તસ્કરોને ઝડપી પાડવાની કવાયત આરંભી
(પ્રતિનિધિ)ભરૂચ, અંકલેશ્વરની બેલ કંપની તસ્કરો ૮૬ કિલો કોપર ચોરી કરી ફરાર થઈ ગયા હતા.ઘટના સીસીટીવીમાં કેદ માં કેદ થઈ જવા પામી હતી. તસ્કરો ઈ-વેસ્ટ પ્લાન્ટ માંથી ચોરી કરવા પ્રવેશ્યા હતા અને દ્રમ માં મુકેલ કોપર ના જથ્થા ની ચોરી કરી લઈ ગયા હતા.
જીઆઈડીસી પોલીસ મથકે ૫૬ હજાર ઉપરાંત ની કિંમત ના કોપર ની ચોરી નો ગુનો નોંધાયો હતો.પોલીસે સીસીટીવી આધારે તસ્કરોને ઝડપી પાડવાની કવાયત આરંભી હતી.કંપની ના જ ગાર્ડની સંડોવણી હોવાની આશંકા કંપની દ્વારા વ્યક્ત કરી હતી.
અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ બેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ કંપની માં ગત ૧૦ મી જૂન ના પૂર્વે કંપની માં અજાણ્યા બે ઈસમો કંપનીના ઈ વેસ્ટ પ્લાન્ટ માંથી પ્રવેશ્યા હતા અને બને ઈસમો એ ઈ વેસ્ટ પ્લાન્ટ નજીક દ્રમ માં મુકવા માં આવેલ કોપર કોઈલ તથા કોપર બાર અંદાજિત ૮૬ કિલો વજન નો જથ્થો ચોરી કરી ફરાર થઈ ગયા હતા
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ નથી જવા પામી હતી. કંપનીના એચ.આર.આશિષ ગુર્જર ને સવારે સિક્યુરિટી ના સીસીટીવી વિભાગના રાજદીપ મોહનસિંગ એ સીસીટીવી આધારે જાણ કરતા બે અજાણ્યા ઈસમો ચોરી કરતા નજરે પડ્યા હતા જે આધારે કંપની દ્વારા પ્રાથમિક કંપની ના કર્મચારી ની સંડોવણી છે કે કેમ તે અંગે સઘન તપાસ કરતા
કંપનીના બે સિક્યુરિટી ગાર્ડ ની સંદિગ્ધ ભૂમિકા સામે આવી હતી તેમજ બહાર ના કોઈ ટોમી નામનો ઈસમ વિવિધ કંપની માં થી સર-સમાન ની ચોરી નું રેકેટ ચલાવતો હોવાનું પણ બહાર આવ્યું હોવાનું કંપની એચ.આર મેનેજર આશિષ ગુર્જર એ જણાવ્યું હતું
આ અંગે જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ૮૬ કિલો કોપર કિંમત રૂપિયા ૫૬.૫૮૮ રૂપિયા ની ચોરી નો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી. તેમજ સીસીટીવી માં દેખાતા બે તસ્કરો ને ઝડપી પાડવાની કવાયત શરૂ કરી સંદિગ્ધ બે સિક્યુરિટી ગાર્ડ ની પણ ઉલટ તપાસ શરૂ કરી હતી.