અંકલેશ્વરની લાયન્સ સ્કૂલનું અન્ય શાળાઓ માટે પ્રેરણારૂપ પગલુ
વિદ્યાર્થીઓની પ્રથમ સત્રની ટ્યુશન ફી સિવાયની તમામ ફી માફ.
સ્કૂલ દ્વારા પ્રથમ સત્રની રૂપિયા 1 કરોડ 20 લાખ ની ફી માફી કરાતા વાલીઓ માં ખુશી.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ અંકલેશ્વર જીઆઈ ડીસી ખાતેની લાયન્સ સ્કૂલ નાં ટ્રસ્ટીઓ દ્વારા એક ઉમદા નિર્ણય કરી જેમાં સ્કૂલ ના 4500 વિદ્યાર્થીઓની પ્રથમ સત્ર ની ટ્યુશન ફી સિવાયની અન્ય ફી માફ કરવામાં આવતા વાલીઓએ રાહત અનુભવી છે.
કોરોના વાયરસ ની મહામારી નાં સમયમાં શાળાઓ માં શૈક્ષણિક કાર્ય પણ બંધ થઈ ગયુ.જ્યારે બીજી તરફ ઓનલાઈન શિક્ષણ પદ્ધતિ ચાલી રહી છે. કેટલીક ખાનગી સ્કૂલ દ્વારા વાલીઓને શાળાની પ્રથમ સત્રની ફી ભરવા માટે દબાણ કરવામાં આવી રહ્યા ની ફરિયાદો ઉઠવા પામી છે.ત્યારે બીજી બાજુ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી લાયન્સ સ્કૂલ દ્વારા અન્ય શાળાઓ માટે પ્રેરણા રૂપ પગલુ ભરવામાં આવ્યું છે.
લાયન્સ સ્કૂલ ની ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ તેમજ સીબીએસસી માધ્યમ માં શાળા નાં ટ્રસ્ટીઓ દ્વારા ટ્યુશન ફી સિવાયની તમામ ફી માફ કરવામાં આવી છે.લાયન્સ સ્કૂલનાં ટ્રસ્ટી નાં જણાવ્યા અનુસાર લાયન્સ સ્કૂલ દ્વારા ગુજરાતી,અંગ્રેજી તેમજ સીબીએસસી એમ ત્રણ માધ્યમો માં શૈક્ષણિક કાર્ય ચલાવવા માં આવે છે.જેમાં અંદાજીત 4500 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.ત્યારે શાળાનાં ટ્રસ્ટ દ્વારા મહામારી નાં સમયમાં છેલ્લા પાંચ મહિનાથી જે પરિસ્થિતિ છે એ જોતા લોકોને અને ખાસ કરીને લાયન્સ સ્કૂલમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓના વાલીઓને પણ ફી ભરવાની ચિંતા હતી.
જે દુર થાય એ માટે તમામ સભ્યોએ મળીને નિર્ણય લીધો છે.જેમાં જુન થી નવેમ્બર સુધીના સત્રની ફી માફ કરવામાં આવી છે અને શાળા દ્વારા માત્ર ટ્યુશન ફી જ લેવામાં આવશે તેમ તેઓએ જણાવ્યુ હતુ. શાળા નાં ટ્રસ્ટી ઓ દ્વારા પ્રથમ સત્ર ની અંદાજીત રૂપિયા 1 કરોડ 20 લાખ ની માફી કરવામાં આવી છે.આ ઉપરાંત ન કરે નારાયણ આ સમયગાળા દરમિયાન કોઈપણ વિદ્યાર્થીના પિતાનું જો અવસાન થાય તો વિદ્યાર્થીને ધોરણ 10 સુધીનો તમામ ખર્ચ શાળા ઉઠાવશે.
શાળા ના ફી માફીના નિર્ણય થી વાલીઓને રાહત થવા સાથે ખુશીની લાગણી પ્રસરી જવા પામી છે.