અંકલેશ્વરની વાલિયા ચોકડી એસ ટી ડેપો પાસે થી ચોરીના ત્રણ મોબાઈલ સાથે એક યુવક ઝડપાયો
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે ના એસ ટી ડેપો નજીકથી ચોરીના ૩ મોબાઈલ સાથે એક યુવક ને શહેર પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે આવેલ એસ ટી ડેપો નજીક એક યુવક ચોરીના મોબાઈલ ફોન વેચવા માટે ફરી રહ્યો હોવાની બાતમી શહેર પોલીસને મળતા શહેર પોલીસે મૂળ યુપીના અને હાલ પ્રતિન ચોકડી નજીક આવેલ ઝૂપડપટ્ટીમાં રહેતા ચંદન પીપાશંકર ઉપાધ્યાયને ઝડપી પાડ્યો હતો.
જેની પાસે થી શહેર પોલીસને ચોરીના ૩ નંગ મોબાઈલ ફોન મળી આવ્યા હતા.શહેર પોલીસે રૂપિયા ૨૦ હજાર ની કિંમત ત્રણ નંગ મોબાઈલ કબ્જે કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.