અંકલેશ્વરમા માતા પિતા સાથે સુતેલી ચાર વર્ષીય બાળકીનું અપહરણ
કમલ આર.કે શોપિંગ સેન્ટરમાં દુકાન બહાર સુતેલ શ્રમજીવી પરિવારની બાળકીનું અપહરણ કરતા સીસીટીવી માં કેદ.
પોલીસે માતા-પિતાની ફરિયાદ ના આધારે તપાસ શરૂ કરી આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા.
ભરૂચ: અંકલેશ્વરની પ્રતિન ચોકડી નજીક શોપિંગ સેન્ટરમાં પરિવાર સાથે સુતેલી ચાર વર્ષીય બાળકીને કોઈ અજાણ્યો ઇસમ અપહરણ કરી લઈ જતાં સીસીટીવી કેમેરામાં ઘટના કેદ થતા પોલીસે બાળકીના માતા-પિતા ની ફરિયાદ લઈ આરોપીને ઝડપી પાડવાની કવાયત હાથધરી છે.
બનાવની મળતી માહિતી અનુસાર અંકલેશ્વરની પ્રતિન ચોકડી નજીક આવેલ કમલ આર.કે શોપિંગ સેન્ટરમાં શ્રમજીવી પરિવાર પોતાની ચાર વર્ષીય બાળકી સાથે ઊંઘતું હતું તે દરમ્યાન મોડી રાત્રિએ બાળકી ગુમ થઈ હોવાની જાણ તેના માતા-પિતાને થતા સવારે શોધખોળ આરંભી હતી.જો કે બાળકી નો કોઈ અત્તોપત્તો લાગ્યો ન હતો અને બાળકીના માતા-પિતા જ નજીક ના શહેર પોલીસ મથકે બાળકી ગુમ થવાની ફરિયાદ નોંધાવતા પોલીસે પણ ઘટના સ્થળે દોડી જઈ શોપિંગ સેન્ટરમાં લાગેલા સીસીટીવી ફૂટેજની ચકાસણી કરતા માતા-પિતા સાથે સુતેલી ચાર વર્ષીય બાળકીને કોઈ અજાણ્યો ઈસમ ઉઠાવીને લઈ જતો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવતા પોલીસે અજાણ્યા ઈસમ સામે અપહરણનો ગુનો દાખલ કરી બાળકી ની શોધખોળ હાથધરી હતી અને અપહરણકર્તા ની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.