અંકલેશ્વર ઓદ્યોગિક વસાહતમાં સુધારાના બદલે પ્રદુષણમાં વધતાં તંત્ર દોડતું થયું
એનજીટી કોર્ટ અને માનવાધિકાર આયોગ દ્વારા લેવાયેલ સુઓ-મોટો અને તેના વચગાળાના આદેશો બાદ પણ પ્રદૂષણમાં વધારો
(પ્રતિનિધિ) ભરૂચ, એનજીટી કોર્ટ અને માનવાધિકાર આયોગ દ્વારા લેવાયેલ સુઓ-મોટો અને તેના વચગાળાના આદેશો બાદ પણ અંકલેશ્વર ઓદ્યોગિક વસાહતમાં સુધારાના બદલે પ્રદુષણમાં વધારો દેખાતા ફરિયાદ બાદ તંત્ર દોડતું થયું હતું અને કાર્યવાહી હાથધરી હતી.
ગતરોજ ૨૯/૦૫/૨૪ ના રોજ સ્થાનિક પ્રકૃતિ સુરક્ષા મંડળ અને વડોદરાની પર્યાવરણ સુરક્ષાની ટીમો દ્વારા દ્ગય્્ કોર્ટ અને માનવાધિકાર આયોગ દ્વારા લેવાયેલ સુઓ-મોટોના અનુસંધાને અને વારંવાર જ્યાંથી પ્રદુષિત લાલ પ્રદુષિત પાણી નજરે જણાતા સ્થળ પરથી જીપીસીબી,નોટીફાએડ અને ઓદ્યોગિક સમૂહોના પ્રતિનિધિઓને જાણ કરતા અધિકારીઓ અને પદાધિકારીઓ સ્થળ પર આવ્યા હતા.
અગાઉથી જ ચર્ચિત સ્થળ એવા ડેટોક્ષ ઈન્ડિયા પ્રા.લી ના પાછળના ભાગે ઉનાળાના દિવસોમાં પ્રદુષિત પાણી દેખાઈ રહ્યું હતું.આ બાબતે ડેટોક્ષ ઈન્ડિયા પ્રા.લી ના અધિકારીઓને પણ સ્થળ પર બોલાવ્યા હતા અને તેમની કંપની માંથી પ્રદુષિત પાણી આવતું હોવાની શંકા બાબતે તપાસ અર્થે અનેક સ્થળે ઊંડા ખાડાઓ કરતા એ ખાડાઓમાં પણ પ્રદુષિત પાણી ભેગું થયું હતું.જે બીજા દિવસે પણ વધુ માત્રામાં દેખાયું હતું.જેથી આ બાબતની ફરિયાદ ઉચ્ચસ્તરીય વિભાગોમાં લેખિત અને મૌખિક કરવામાં આવી છે.આ સિવાય પણ અન્ય સ્થળોએ ખોદકામ કરતા લાલ પાણી નીકળી રહ્યું છે.આમ ભૂગર્ભ જળ પ્રદુષિત થયું છે અને તેના સ્તરમાં પણ વધારો થઈ રહ્યો છે.
ઉનાળાની ઋતુમાં પીવાના પાણીના સ્તર નીચે ઉતરે છે જયારે અંકલેશ્વર ઓદ્યોગિક વસાહતમાં પ્રદુષિત પાણી અનેક જગ્યાએ ૪ ફૂટના ખાડાઓ ખોદતા નીકળી આવે છે.ઉનાળામાં આ પરિસ્થિતિ છે તો ચોમાસા માં કેવી હશે એ કલ્પના કરવા જેવી છે.
પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે આ બાબતે જણાવ્યું હતું કે કોર્ટ કેશો બાદ પણ ભૂગર્ભ જળ નું આ રીતે પ્રદુષણ થવું એ માનવ સ્વાસ્થ્ય માટે આ એક ગંભીર સમસ્યા છે.આ બાબતની ઉચ્ચસ્તરીય તપાસ માટે અમોએ લેખિત અને મૌખિક ફરિયાદ કરી છે.આ પ્રદુષિત પાણી ક્યાંથી આવે છે? અને કઈ કંપનીઓ દ્વારા કાઢવામાં આવે છે તે તપાસ કરી તેઓ સામે સખ્ત કાર્યવાહી થાય એવી અમારી માંગ છે.
અત્રે ઉલ્લેખનીય બાબત છે કે કંપનીઓ દ્વારા પ્રદુષિત પાણી ના નિકાલ માટે જ્યાં ને ત્યાં તેનો નિકાલ કરવામાં આવી રહ્યો છે તો બીજી બાજુ કેટલીક કંપનીઓ દ્વારા ભૂતિયા કનેક્શન નાંખી તેનો નિકાલ કરવામાં આવી રહ્યો છે.જે વારંવાર ચર્ચામાં રહ્યું છે.ત્યારે આવા તત્ત્વો સામે કાયદેસરની કાર્યવાહી થાય તે જરૂરી છે.