અંકલેશ્વર ખાતેથી એસ.ટી.ની ૫ બસો ફાળવી શ્રમજીવીઓને વતન મોકલાયા

દાહોદ, ગુજરાતમાં ધંધા રોજગાર માટે આવતા અને ખાસ કરીને કન્સ્ટ્રકશન સાઈટ પર આવતા મજૂરો દાહોદ જીલ્લાના વતનીઓ સુરત, ભરૂચ અને અંકલેશ્વરમાં ફસાયા હતા. સમગ્ર રાજ્યમાં લોકડાઉનના પગલે આ મજૂરો પગપાળા જ વતન તરફ જઈ રહ્યા હતા.આવા સમયે તંત્ર તેમની મદદે આવ્યુ હતું.
છોટાઉદેપુર જિલ્લાના શ્રમજીવીઓ લોક ડાઉનના કારણે વતન તરફ પગપાળા જઈ રહ્યા હતા જેથી બુધવારે અંકલેશ્વર ખાતેથી વહીવટી તંત્ર દ્વારા ગુજરાત એસ.ટી.ની ૫ બસો તાત્કાલીક ફાળવી શ્રમજીવીઓને વતન તરફ મોકલવામાં આવ્યા.
ગાંધીનગરથી પણ રાજસ્થાન તરફ જઈ રહેલા રાજસ્થાનના નાગરીકોને ગાંધીનગર જીલ્લા પ્રશાસન દ્વારા મેડીકલ તપાસ કરાવીને વતન તરફ મોકલવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી.