અંકલેશ્વર: ગેરકાયદેસર પેટ્રોલિયમ જેલી બનતું હોવાની ફરિયાદ બાદ તંત્રના દરોડા
અંકલેશ્વર જીપીસીબી,પુરવઠા મામલતદાર અને પોલીસે તપાસ કરતાં મંજૂરી વિના જ્વલનશીલ કેમિકલ રાખ્યું હોવાનું તપાસમાં ખૂલ્યુંં
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના અંકલેશ્વર ખાતેના પીરામણ ગામની હદમાં આવેલ હેપ્પી નગર વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસો થી પેટ્રોલિયમ જ્વલનશીલ પદાર્થ વડે પેટ્રોલિયમ જેલી બનાવી તેમજ ટ્રેડિગ કરવામાં આવી રહ્યુ હતુ.જેમાં રહેણાંક મકાનમાં સ્ટોર કરવામાં આવેલ જથ્થા માંથી તીવ્ર વાસ આવતી હોવાની ફરિયાદ
પાડોશીઓ એ સ્થાનિક રહીશ સલીમ પટેલને કરાતા તેઓ દ્વારા જીપીસીબીને જાણ કરતા પુરવઠા મામલતદાર અને અંકલેશ્વર શહેર પોલીસ મથકે જાણ કરી હતી.જે આધારે તમામ ટીમ સ્થળ પર દોડી આવી હતી ને મકાન સંચાલક ઈરફાનભાઈ ને બોલાવી ગોડાઉન ખોલાવ્યું હતું.
જેમાં વેસેલીન માં વપરાતા પેટ્રોલિયમ કેમિકલ સહીત વેસેલીન જથ્થો મળી આવ્યો હતો.ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ માંથી આવેલ અલ્પાબેન વસાવા તેમજ શૈલેષભાઈ પટેલના હોય વધુ તપાસ હાથધરી તેમના સેમ્પલ લેવામાં આવ્યા હતા.તો પુરવઠા મામલતદાર દ્વારા પણ પંચકેશ કરી જરૂરી સેમ્પલ લીધા હતા.
પોલિસ વિભાગ દ્વારા પણ હ્લજીન્ ની કાર્યવાહી કરવા અર્થે હાલ જથ્થો સિલ કરવામાં આવ્યો છે અને આગળ ની તપાસની કાર્યવાહી ચાલુ છે.તો ઘટના સ્થળે ગેસની બોટલો,ચૂલાઓ અને વિવિધ સાઈઝના ડ્રમો મળી આવતા ફાયર સેફટી પ્રોટેક્શનના પણ કોઈ સાધનો વગર આ પ્રવૃત્તિ થતા કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
આ બાબતે પ્રકૃતિ સુરક્ષા મંડળ ના સલીમ પટેલે જણાવ્યું હતું કે રહેણાંક વિસ્તાર માંથી તીવ્ર વાસ આવતી હોવાથી જ્વલનશીલ પેટ્રોલિયમ હોવાની શંકાને લઈ જીપીસીબી, પુરવઠા મામલતદાર અને પોલીસને જાણ કરી હતી. રહેણાંક વિસ્તારમાં લોકો જીવના જાેખમે કોઈપણ જાતની મંજૂરી લીધા વગર ગતિ વિધિ કરાઈ રહી હતી.
જેના પગલે તંત્રને જાણ કરવામાં આવી છે અને તેઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.આ ગેરકાયદેસર કહેવાય આ અકસ્માતની શકયતાઓ રહેલી છે તેથી આની જરૂરી તપાસ અને કાર્યવાહી થાય તેવી અમારી માંગ છે.*