અંકલેશ્વર જીઆઈડીસીમાંથી ૧૦૦ કિલો એમડી ડ્રગ્સ બને તેટલો જથ્થો મળ્યો!
સુરત અને ભરૂચ પોલીસે સંયુક્ત રીતે આ ઓપરેશન પાર પાડ્યું છે, જેમાં કંપની સંચાલક સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે
ભરૂચ,
સુરત અને ભરૂચ પોલીસે સંયુક્ત રીતે આ ઓપરેશન પાર પાડ્યું છે. જેમાં કંપની સંચાલક સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.ભરૂચઃ અત્યાર સુધી ગુજરાતના દરિયાઇ માર્ગે નશાની હેરાફરી થતું હોવાનું સામે આવતું હતુ પરંતુ હવે તો ગુજરાતમાંથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરીઓ પણ ઝડપાઇ રહી છે. ત્યારે હવે અંકલેશ્વરની જીઆઈડીસીમાં આવેલી અવસર એન્ટરપ્રાઈઝમાંથી ૧૪.૧૦ લાખનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે.
જ્યારે અન્ય ૪૨૭ કિલો ડ્રગ્સના જથ્થાને ચકાસણી માટે એફએસએલમાં મોકલવામાં આવ્યો છે. અહીંથી અંદાજે ૧૦૦ કિલો એમડી ડ્રગ્સ બની શકે તેટલો કેમિકલનો જથ્થો કંપનીમાં હોવાના અહેવાલ પણ મળી રહ્યા છે.સુરત અને ભરૂચ પોલીસે સંયુક્ત રીતે આ ઓપરેશન પાર પાડ્યું છે. જેમાં કંપની સંચાલક સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.
આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, અવસર એન્ટરપ્રાઇઝમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. સુરત અને ભરુચ પોલીસે ૧૪.૧૦ લાખનું ૧૪૧ ગ્રામ એમડી ડ્રગ્સ કબજે કર્યું છે. આ સાથે અન્ય ૪૨૭ કિલો ડ્રગ્સનો જથ્થો ચકાસણી માટે હ્લજીન્માં મોકલવામાં આવ્યો છે. આ કંપનીનો માલિક વિદેશમાં હોવાની જાણકારી મળી રહી છે. જોકે, આ કંપની સંચાલક સહિત ત્રણ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.ss1