Western Times News

Gujarati News

અંકલેશ્વર તાલુકા સેવા સદનની કચેરીમાં આગ લાગતા દસ્તાવેજો બળીને ખાક

આગ લાગવા પાછળનું કારણ હજુ રહસ્યમય.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, અંકલેશ્વર તાલુકા સેવા સદન હંમેશા વિવાદમાં આવતું જ રહ્યુ છે.ત્યારે ફરી એકવાર વિવાદ માં આવ્યું છે.જેમાં બુધવારની મધ્યરાત્રિ બાદ અચાનક તાલુકા સેવા સદનના વ્યવસાય વેરાની કચેરીમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠતા ભારે દોડધામ મચી જવા પામી હતી અને ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચી આગને કાબુ માં લીધી હતી.આગ કયા કારણોસર લાગી હતી તે તપાસ હાલ ચાલુ છે.

અંકલેશ્વર તાલુકા સેવાસદનમાં પ્રાંત અધિકારી, મામલતદાર તેમજ સબ રજીસ્ટ્રારની કચેરીઓ સંલગ્ન છે.ચાર મજલાના આ ભવનમાં બુધવારની મોડી રાત્રે જ્યારે ફક્ત વ્યવસાય વેરાની કચેરીમાં આગ લાગી ત્યારે કોઈ હાજર ના હોય એવું શક્ય ન હતું.મળતી માહિતી મુજબ તો આ ઓફિસમાં કે પછી સમગ્ર ભવનમાં અગ્નિશામક યંત્ર જે લગાવવામાં આવ્યું છે એ પણ એક્સપાઈરી ડેટનું હતું.આ અંગે અંકલેશ્વર ડીપીએમસી અને અંકલેશ્વર નગર પાલિકાના ફાયર ટેન્ડરને બોલાવવામાં આવ્યા હતા.

ડીપીએમસીના કોર્ડીનેટર મનોજ કોટડીયાએ જણાવ્યું હતું કે અમે પહોંચ્યા ત્યારે ફક્ત આ વિભાગમાં હતી પરંતુ ફક્ત ધુમાડા જોવા મળ્યા હતા.કેટલા કાગડો અને દસ્તાવેજો બળી ગયા હોવાનું પણ જાણવા મળ્યું છે બીજું કોઈ જાનહાનિ કે નુકસાન નથી.

એક તરફ સાંજે છ વાગ્યે તાલુકા સેવા સદન ની તમામ કચેરીઓના કર્મચારીઓ પણ ઘર ભેગા થતા હોય ત્યારે રાત્રે ૧૨:૩૦ કલાકે ફક્ત એક જ દિવસમાં આગ લાગે એ પણ એક શંકાસ્પદ બાબત છે. વ્યવસાય વેરાના ઓફિસર નીરજ ગજ્જરને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે હું આગના કારણ બાબતે અજાણ છું અને હજુ અમે તપાસ કરી રહ્યા છીએ તેમ જણાવ્યું હતું.

તાલુકા સેવાસદનમાં જ પ્રાંત અધિકારીની કચેરી છે અને મામલતદાર કચેરી પણ આજ ભવનમાં છે જોકે આ અંગે પ્રાંત અધિકારી રમેશ ભગોરાને પૂછતા તેમણે પોતે આ બાબતથી અલિપ્ત રહેવાની વાત કરી હતી અને જણાવ્યું હતું કે આ વિભાગ મારા અંદર લાગતો નથી.

નોંધનીય છે કે પ્રાંત અધિકારી અને નાયબ કલેકટર તરીકેનો હોદ્દો ભોગવતા રમેશ ભગોરા સમગ્ર અંકલેશ્વર ડિવિઝનના નાયબ કલેકટર છે તેમ છતાં તેમના જ તાલુકા સેવાસદનમાં આટલી મોટી ઘટના બને અને તેઓ પોતાનો હાથ અધ્ધર કરે તે કેટલા અંશે યોગ્ય છે? હકીકતે તો વ્યવસાય વેરાની કચેરીમાં મોડી રાત્રે આવી ઘટના બને એની વિજિલન્સ તપાસ થવી અત્યંત આવશ્યક છે

આમ પણ સાંજે છ વાગ્યા પછી મામલતદાર કચેરી ચાલુ હોય છે.પ્રાંત અધિકારી કચેરી ચાલુ હોય છે અને સમગ્ર તાલુકા સેવાસદનમાં કર્મચારીઓ કામ કરતાં જોવા મળે જ છે.ત્યારે આની ઉપર હવે જીલ્લા સમાહર્તા જ પોતે નજર રાખશે તે પછી ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવવાની છે એ જોવુ રહ્યુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.