Western Times News

Gujarati News

અંકલેશ્વર નજીક બાકરોલ ગામની સીમમાં ભંગારના ગોડાઉનમાં આગ.

ગોડાઉનમાં આગ લાગવાની ઘટનાનો સિલસિલો યથાવત
૩ ફાયર ટેન્કરો ઘટના સ્થળે : આગના કારણે અફરાતફરીનો માહોલ..

(વિરલ રાણા) ભરૂચ,
ભરૂચ જીલ્લાના અંકલેશ્વર પંથકનાં સ્ક્રેપ માર્કેટના વિવિધ ગોડાઉનમાં છેલ્લા પંદર દિવસથી આગ લાગવાની ઘટના ઉપરાછાપરી નોંધાઈ રહી છે અને આજે અંકલેશ્વરના બાકરોલ ગામની સીમમા ભંગારના ગોડાઉનમાં ભયંકર આગ ફાટી નીકળતા ફાયર ફાઈટર દોડતું થઈ અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથધર્યા હતા.

અંકલેશ્વરના અંસાર માર્કેટ તેમજ અમન સ્ક્રેપ માર્કેટ સહિતના બાકરોલ ગામ પાસેના સ્ક્રેપ ગોડાઉનમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે.અંકલેશ્વરમાં છેલ્લા પંદર દિવસથી સ્ક્રેપ માર્કેટ ના ગોડાઉનો તેમજ પુઠાના ગોડાઉનમાં આગ લાગવાની ઘટનાઓ થી છેલ્લા પંદર દિવસથી ફાયર ફાઈટર સતત દોડતું રહ્યું છે.

ત્યારે અંકલેશ્વરના બાકરોલ ગામ પાસેના ભંગાળના ગોડાઉનમાં ભયંકર આગ લાગતા અંકલેશ્વર નગર પાલિકા સહિતના વિવિધ ફાયર ફાયટરો દોડતા થયા હતા અને સ્ક્રેપ ગોડાઉનમાં ભયંકર આગના કારણે ફાયર ફાઈટરોએ આગ પર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા.પરંતુ આ ભયંકર હોવાના કારણે ગોડાઉનમાં રહેલો સ્ક્રેપનો તમામ જથ્થો ભસ્મીભૂત થઈ ગયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.