અંકલેશ્વર નજીક હાઈવે પર મોબાઈલની બંધ દુકાનને નિશાન બનાવતા તસ્કરો
તસ્કરો મોબાઈલ ની દુકાનમાં લાગેલા સીસીટીવી માં કેદ.: ૧.૯૦ લાખ ની ચોરી ની ફરીયાદ પોલીસ ચોપડે નોંધાઈ.
ભરૂચ: શિયાળા ની કડકડતી ઠંડી માં તસ્કરો ને મોકળુ મેદાન મળી ગયુ હોય તેમ અંકલેશ્વર નેશનલ હાઈવે પર ની મોબાઈલ ની દુકાન ને નિશાન બનાવી ૧.૯૦ લાખ ની મત્તા પર હાથફેરો કરી જતી દુકાન માં લાગેલા સીસીટીવી કેમેરા માં તસ્કરો કેદ થઈ જવા પામ્યા હતા.
બનાવની મળતી માહિતી અનુસાર શિયાળા ની ઠંડી એ ભારે જોર પકડ્યુ છે ત્યારે ઠંડી ના કારણે લોકો ઘર માં જ પુરાઈ રહેવાનું નક્કી કરતા હોય છે ત્યારે અંક્લેશ્વર નેશનલ હાઈવે ૪૮ પર આવેલ નવજીવન હોટલ પાસે બૈતુલ કોમ્પ્લેક્ષ ના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ એન.જી.એન મલ્ટી કલેક્શન એડ મોબાઈલ શોપ ને કેટલાક અજાણ્યા તસ્કરો એ નિશાન બનાવી કોઈ સાધનો વડે શટર ઊંચું કરી દુકાન ના દરવાજા ના નકુચા તોડી દુકાન માં પ્રવેશી ૧૭ નંગ મોબાઈલ કિંમત રૂપિયા ૧,૬૨,૭૮૨ તથા લેપટોપ ૧ જેની કિમત રૂપિયા ૨૦,૦૦૦ તથા મોબાઈલ ની એસેસરીશ કિમત રૂપિયા ૮,૦૪૦ મળી કુલ ૧,૯૦,૮૨૨ ની માલ મત્તા પર હાથફેરો કરનારા તસ્કરો દુકાન માં લાગેલા સીસીટીવી ફૂટેજ માં કેદ થઈ જતા પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી અંદર દેખાતા તસ્કરો નું પગેરું મેળવવાની કવાયત હાથધરી છે.જો કે ચોરી ની ઘટના ને લઈ અન્ય વેપારીઓ માં પણ ભય ફેલાયો છે.