Western Times News

Gujarati News

અંકલેશ્વરના નાના કુંભારવાડમાં એક બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો

પ્રતિકાત્મક

ભરૂચ :  અંકલેશ્વર ના નાના કુંભારવાડા ના એક બંધ મકાન ને તસ્કરો એ નિશાન બનાવી રૂ.11 લાખ ઉપરાંત ની મત્તાનો હાથફેરો કરી જતા શહેર પોલીસે તપાસ  હાથધરી છે.બે બાઈક પર આવેલા તસ્કરો ની હરકત સીસીટીવી કેમેરા માં કેદ થઈ જવા પામી હતી.

અંકલેશ્વર ના સેલારવાડ વિસ્તાર ની સામે આવેલ નાના કુંભારવાડા માં રહેતા મહમદ ફારૂક મકાન બંધ કરી પરિવાર સાથે સુરત ગયા હતા.તે તક નો લાભ ઉઠાવી તસ્કરો એ તેમના બંધ મકાન ને નિશાન બનાવી દરવાજા નો નકુચો તોડી ઉપરના માળે થી અંદર પ્રવેશી કબાટો,પલંગ તોડી સોનાના ચાંદી  દાગીના અને રોકડ રકમ ની ચોરી કરી ફરાર થઈ ગયા હત.

આ ચોરી ની જાણ તેઓના ભાઈ એ કરતા તેઓ દોડી આવ્યા હતા અને તપાસ કરતા રોકડા રૂપિયા 6 લાખ અને સોના ના દાગીના ગાયબ જણાતા તાત્કાલિક શહેર પોલીસ ને જાણ કરતા પોલીસ દોડી આવી હતી.

મહમદ ફારૂક એ 5 લાખ 70 હજાર ની કિંમતના સોનાના દાગીના અને રોકડા રૂપિયા 6 લાખ મળી કુલ 11 લાખ 70 હજાર ની ચોરી અંગે શહેર પોલીસ મથક માં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરતા સેલરવાડ મસ્જીદ પાસે લગાવેલ સીસીટીવી ચેક કરતા ચાર જેટલા ઈસમો બે બાઈક લઈને તેમના ઘર તરફ જતા અને નજીક માં બાઈક પાર્ક કરી ઘર પાસે ની હરકત તેમજ બાઈક લઈને પુરપાટ ઝડપે જતા કેદ થયા હતા.  પોલીસે ચોરી અંગે ની તપાસ હાથધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.