અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

(તસ્વીરઃ- વિરલ રાણા, ભરૂચ)
(પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વર પંથકના ઉમરવાડા માર્ગ પર આવેલ અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે આજરોજ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.બદલાતા પર્યાવરણ અને ગ્લોબલ ર્વોમિંગના કારણે પૃથ્વીના વધતા જતા તાપમાન સામે સાંપ્રત અને આવનારી પેઢીના રક્ષણ માટેનો સર્વશ્રેષ્ઠ ઉપાય વૃક્ષારોપણથી ધરતીને હરિયાળી રાખવાનો છે.આજના બાળકોને વૃક્ષોનું મહત્વ અને ઉપયોગીતા સમજાવવા માટે અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય શ્રદ્ધા પટેલ,એશ્વર્યા પિલ્લાઈ,સરતાજ શેખ,સૂર્યલક્ષ્મી પિલ્લાઈ તેમજ શાળાના અન્ય શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આચાર્ય શ્રદ્ધા પટેલે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ અત્યારથી જ પર્યાવરણ પ્રત્યે જાગૃત બને.વૃક્ષોનું જતન કરીને ગ્લોબલ ર્વોમિંગની ગંભીર અસરોથી પોતાનું અને અન્યોનું જીવન સુરક્ષિત રહે એની કાળજી રાખે એ માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.શાળાના વિદ્યાર્થીઓએ પણ સ્કૂલના પ્રાંગણમાં વિવિધ વૃક્ષો વાવીને તમામ વૃક્ષોની માવજત કરવાના શપથ લીધા હતા.*