અંકલેશ્વર મામલતદાર કચેરીમાં લટકતા વીજ ઉપકરણો ના પગલે અરજદારો ભયભીત બન્યા
કચેરીમાં આવતા અરજદારોને પોતાના જીવનું જોખમ. : લટકતા વીજ ઉપકરણોનું તંત્ર વહેલી તકે સમારકામ કરાવે તે જરૂરી નહિ તો દુર્ઘટના સર્જાઈ શકે.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, લાખોના ખર્ચે નિર્માણ પામેલ અંકલેશ્વર મામલતદાર કચેરીમાં રોજબજોર હજારો અરજદાર પોતના સરકારી કામકાજ અર્થે આવતા હોય છે.પરંતુ કચેરી માં ચાલુ વીજ ઉપકરણો લટકતા જોવા મળી રહ્યા છે.જેના પગલે કચેરીમાં આવતા રજદારોમાં દુર્ઘટના સર્જાય તેવો ભય જોવા મળી રહ્યો છે.ત્યારે તંત્ર વહેલી તકે તેનું સમારકામ કરાવી અરજદારો ને ભયમુક્ત કરે તેવી માંગ ઉઠવા પામી છે.
અંકલેશ્વર મામલતદાર કચેરી માં રોજબરોજ હજારો લોકો પોતાના કામકાજ અર્થે આવતા હોય છે જેના પગલે મામલતદાર કચેરી સતત લોકો થી ભરચક જોવા મળે છે.તેવામાં લાખો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ મામલતદાર કચેરી માં વીજ ઉપકરણો લટકતી હાલત માં જોવા મળી રહ્યા છે.ત્યારે આ લટકતા વીજ ઉપકરણોથી કોઈ દુર્ઘટના સર્જાય તેવી ભીતિ ના પગલે અરજદારો મામલતદાર કચેરી માં આવવા ભયભીત બન્યા છે.
ત્યારે આ કચેરી દૂર દૂર થી લોકો આવતા હોય છે અને સતત ભરચક રહેતી હોય ત્યારે તંત્ર એ તકેદારીના ભાગરૂપે આ લટકતા વીજ ઉપકરણોનું વહેલી તકે સમારકામ કરાવે તે જરૂરી છે.નહીંતર આવનાર દિવસો માં આ વીજ ઉપકરણો કોઈ મોટી હોનારત સર્જે તેવા સવાલો ને લઈ અરજદારો કચેરીમાં આવવા ભયભીત બન્યા છે.જેથી તંત્ર વહેલી તકે સમારકામ કરાવે તેવી માંગ ઉઠવા પામી છે.