અંકલેશ્વર રહેણાંક વિસ્તારના મકાનમાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ કરતી પોલીસ
૪ યુવતીઓ સહિત ગ્રાહક અને દલાલ ઝડપાયા
(પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વર શહેરના આંબોલી રોડ ઉપર આવેલ સરસ્વતી પાર્ક માંથી દેહ વ્યાપારનો પોલીસે પર્દાફાશ કર્યો છે.બાતમીના આધારે રેડ કરી પોલીસે એક ગ્રાહક અને દલાલ સાથે ચાર યુવતીઓને ઝડપી પાડી કાર્યવાહી હાથધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના આંબોલી રોડ ઈદગાહ પાસે આવેલ સરસ્વતી પાર્કના મકાન નંબર ૧ માં દેહ વ્યાપાર ચાલતો હોવાની બાતમી શહેર પોલીસ મથકના પી.એસ.આઈ ને મળી હતી.તેઓ વિભાગીય પોલીસવડાના માર્ગદર્શન હેઠળ પોલીસ જવાનોને રેડ માટે તૈયાર કર્યા હતા
અને બાતમી વાળા મકાનમાં રેડ કરતા મકાનના પહેલા રૂમ માંથી મૂળ વિસનગર અને હાલ અંકલેશ્વરના સરસ્વતી પાર્કમાં રહેતો પ્રકાશ રઘુનાથ પટેલ મળી આવ્યો હતો.જ્યારે મકાનના અન્ય રૂમો માંથી કઢંગી હાલતમાં એક યુવાન જીગ્નેશ ચંદુભાઈ પટેલ સાથે યુવતી મળી આવી હતી.તો અન્ય રૂમ માંથી ત્રણ યુવતીઓ પણ મળી આવી હતી.
પોલીસે દેહ વ્યાપારનો પર્દાફાશ કરી પ્રકાશ પટેલ અને ગ્રાહક જીગ્નેશ ચંદુભાઈ પટેલની અંગ ઝડતી માંથી રોકડા અને મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૯ હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથધરી હતી.