અંકલેશ્વર – રાજપીપલા રેલ્વે લાઈન પર સ્ટેશન ઉધોગનગર વચ્ચેની ફાટક તા.૧૮ થી ૧૯ જુન બંધ રહેશે

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: વેસ્ટર્ન રેલ્વેના રાજપારડી સ્થિત કાર્યાલયની એક અખબારી યાદીમાં જણાવાયા મુજબ હાલમાં રેલ્વે દ્વારા રેલ્વે ટ્રેકનું મેન્ટેનન્સ ચાલતુ હોવાથી અંકલેશ્વર રાજપીપલા લાઈન પર વેસ્ટર્ન રેલ્વે દ્વારા સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે.જે અંતર્ગત અંકલેશ્વર રાજપીપલા રેલ્વે લાઈન પર સ્ટેશન અંકલેશ્વર ઉધોગનગર વચ્ચેની રેલ્વે ફાટક નં.૩ તા.૧૮ જુનના સવારના ૮ થી તા.૧૯ જુનના સાંજના ૬ વાગ્યા સુધી વાહનોની અવરજવર માટે બંધ રાખવામાં આવશે.રેલ્વે ટ્રેકના રીપેરીંગ અને મેન્ટેનન્સ માટે આ ફાટક બંધ રખાતા વાહનો આ રેલ્વે લાઇન પર 7 A અને 8 A તેમજ 1A,7,8 પર ડાયવર્ટ કરાયા છે.વે.રેલ્વેની યાદીમાં જણાવાયા મુજબ રેલ્વે ટ્રેકના સમારકામ માટે ફાટક ન.૩ ઉપરોક્ત દિવસો દરમ્યાન વાહનો માટે સદંતર બંધ રાખવામાં આવનાર હોવાથી વાહન ચાલકોએ અવરજવર માટે દર્શાવેલ વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.