અંકલેશ્વર હાઈવે પર ભંગારના ગોડાઉનમાંથી શંકાસ્પદ જથ્થો મળ્યો
પોલીસે ગોડાઉન સંચાલકની ધરપકડ કરી
એલ્યુમિનિયમ વાયર, લોખંડની એંગલો તથા લોખંડના સળીયા મળ્યા
અંકલેશ્વર, અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે પર ભંગારના ગોડાઉનમાંથી ૩૩૯૦ કિલો ભંગારનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને ગોડાઉન સંચાલકની ધરપકડ કરી રૂપિયા ૧.૧૮ લાખ રૂપિયાને ભંગારનો જથ્થો જપ્ત કર્યાે હતો. પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર શહેર પોલીસની સર્વેલન્સ રેકોર્ડ અંકલેશ્વરમાં નેશનલ હાઈવે નંબર ૪૮ પર પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન માહિતી મળી હતી કે હાઈવેની બાજુમાં આવેલ ભંગારના ગોડાઉનમાં ચોરીનો વિવિધ ભંગારનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો છે.
તેમજ વાયરોનનો જથ્થો સળગાવ્યો છે. જે આધારે પોલીસે દરોડો પાડતા ૩૩૯૦ કિલો વિવિધ ભંગારનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ગોડાઉના સંચાલક રાજપીપલા ચોકડી પાસેની ખેતેશ્વર કોલોનીમાં રહેતા મુકેશ ભંવરસિંહ રાજપુરોહિતની પૂછપરછ કરતા આ જથ્થો ક્યાંથી લાવ્યો અને જરૂરી બિલ માંગતા મુકેશ રાજપુરોહિતે ઉડાવ જવાબ આપતા તેની ધરપકડ કરી એલ્યુમિનિયમ વાયર, લોખંડની એંગલો તેમજ લોખંડના સળિયા સહિતનો ભંગાર મળી રૂપિયા ૧.૧૮ લાખનો જથ્થો જપ્ત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.