અંકલેશ્વર GIDCના રહેણાંક વિસ્તારમાં એલોટમેન્ટ રદ્દ કરવા સ્થાનિકોની રજૂઆત
ડિવિઝનલ મેનેજરને આવેદનપત્ર પાઠવીને ખાનગી સંસ્થાને ફાળવવામાં આવેલ પ્લોટ રદ્દ કરવાની માંગ કરાઈ
અંકલેશ્વર, અંકલેશ્વર જીઆઈડીસી રહેણાંક વિસ્તારમાં સીઓપી-૭ કોમન પ્લોટમાં ખાનગી પ્લોટ એલોટમેન્ટ કરવામાં આવતા સ્થાનિક રહીશો દ્વારા આ બાબતનો વિરોધ કરવામાં આવ્યો છે અને ડિવિઝનલ મેનેજરને આ અંગે લેખિતમાં આવેદનપત્ર પાઠવીને એલોટ કરાયેલા પ્લોટ રદ કરવાની માંગ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અંકલેશ્વર જીઆઈડીસીના રહેણાંક વિસ્તારમાં આવેલ સીઓપી-૭ રોમન પ્લોટનો ૧/૩ ભાગ જીઆઈડીસી દ્વારા ખાનગી સંસ્થાને એલોટમેન્ટ કરવામાં આવ્યો છે, જે અંગેની જાણ સ્થાનિક રહીશોને થતા તેઓએ આ અંગે વિરોધ નોંધાવ્યો હતો અને જીઆઈડીસી અંકલેશ્વર કચેરીના ડિવિઝનલ મેનેજરને લેખિતમાં આવેદનપત્ર પાઠવીને પોતાનો વિરોધ વ્યકત કર્યો હતો.
આ આવેદનપત્રમાં સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે, જીઆઈડીસી રહેણાંક વિસ્તારમાં કોમન પ્લોટ ફાળવવામાં આવ્યા છે, જેમાં જીઆઈડીસી દ્વારા ગાર્ડન, જાેગર્સપાર્ક કે અન્ય સુવિધાઓના રૂપે પ્લોટ ફાળવવામાં આવ્યો છે, જયારે સીઓપી-૭ કોમન પ્લોટનો ૧/૩ ભાગ ખાનગી સંસ્થાને એલોટ કરવામાં આવ્યો છે.
૧પ થી ર૦ સોસાયટી અને પ્રાઈવેટ પ્લોટો વચ્ચે ફકત એકમાત્ર આજ કોમન પ્લોટ છે, જેમાં કરવામાં આવેલું એલોટમેન્ટ રદ કરીને ગાર્ડન કે જાેગર્સપાર્ક વિકસાવવામાં આવે તેવી માંગ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી છે. વધુમાં જાે જીઆઈડીસી દ્વારા આ અંગે કોઈ નકકર કાર્યવાહી કરવામાં નહી આવે તો આવનાર સમયમાં સ્થાનિક રહીશોએ હાઈકોર્ટમાં ફરિયાદ કરવા સુધીની તૈયારી દર્શાવી હતી.