અંકલેશ્વર GIDCમાં કેમિકલના જથ્થા ટેન્કર ચાલકની ધરપકડ
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના અંક્લેશ્વર જીઆઈડીસીમાં આવેલ બનાસ બલ્ક કેરીયર ટ્રાન્સપોર્ટના પાર્કગ માંથી શંકાસ્પદ કેમીકલનો જથ્થો ભરેલ ટેન્કર સાથે એક ઈસમને ભરૂચ એલસીબી પોલીસે ઝડપી પાડી ૨૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી હતી.
ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વરમાં પેટ્રોલિંગમા હતો તે દરમ્યાન બાતમી મળી હતી કે ટેન્કર નંબર જીજે ૧૬ એવી ૮૫૫૧ માં કેમિકલ વેસ્ટ ભરેલ છે.આ ટેન્કર એશિયન પેઈન્ટ ચોકડીથી રાજપીપળા ચોકડી તરફ જતા રોડ પર આવેલ બનાસ બલ્ક કેરીયર ટ્રાન્સપોર્ટના પાર્કગ ઉભેલ છે.જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા પોલીસે બાતમીવાળા ટેન્કરમાં તપાસ કરતા તેમાંથી કાળા કલરનું કેમીકલ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યું હતું.
જોકે પોલીસે ડ્રાઈવર પાસે જરૂરી પુરાવા માંગતા બિલ મુજબ કેમિકલનો જથ્થો નહીં હોવાનું જણાતા ય્ઁઝ્રમ્ અને હ્લજીન્ અધિકારીઓને સ્થળ પર બોલાવી પરીક્ષણ માટે સેમ્પલ મેળવી પૃથ્થકરણ અર્થે હ્લજીન્ સુરત ખાતે મોકલી આપ્યું હતું.આ સાથે જ ૭ લાખથી વધુનું કેમિકલ અને ટેન્કર મળી ર૭.૧૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરી મૂળ યુપી અને હાલ બનાસ કેરીયરના કંપાઉન્ડમાં રહેતા શનીકુમાર ગૌતમની અટકાયત કરી વધુ તપાસ હાથધરી હતી.