અંકલેશ્વર GIDCમાં ગેરકાયદેસર ઝુંપડપટ્ટીને ખાલી કરવા હાઈકોર્ટની ૧૫ દિવસની મહેતલ

અંકલેશ્વર, અંકલેશ્વર જીઆઈડીસીમાં ઓવરબ્રિજ પાસે સેલ્યુલોઝ પ્રોડક્શન ઓફ ઈન્ડિયાના ખુલ્લા પ્લોટમાં શ્રમજીવીઓની ગેરકાયદેસર ઝુંપડપટ્ટીને ખાલી કરવા હાઈકોર્ટે દિન ૧૫માં ખાલી કરવાની નોટિસ ફટકારી હતી.
સેલ્યુલોઝ પ્રોડક્શન ઓફ ઈન્ડિયા કંપની ફરચામાં જતા આ પ્લોટ હાઈકોર્ટ હસ્તક થતા શ્રમજીવીઓને ઝુંપડપટ્ટી હટાવવા નોટિસ ફટકારતા શ્રમજીવીઓમાં કચવાટ જાેવા મળ્યો હતો. અંકલેશઅવર જીઆઈડીસીમાં વોકહાર્ડ કંપનીની બાજુમાં વર્ષાેથી પડેલા ખાલી પ્લોટમાં ગેરકાયદેસર વસવાટ કરતા શ્રમજીવી પરિવારને હાઈકોર્ટ દ્વારા દિન ૧૫માં પ્લોટ ખાલી કરવાની નોટિસ ફટકારતા શ્રમજીવી પરિવારમાં કચવાટ શરૂ થયો છે.
તેમના દ્વારા ચોમાસા બાદ તેવો પ્લોટ ખાલી કરી આપશે તેવી તંત્રને આજીજી કરી રહ્યાં છે. જીઆઈડીસી ખાતે આવેલ સેલ્યુલોઝ પ્રોડક્શન ઓફ ઈન્ડિયાનો આ પ્લોટ હતો. જે કંપનીનો કેસ તકરારી બન્યો હતો અને હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. કંપની ફરચામાં જતા પ્લોટ હાઈકોર્ટના તાબામાં આવ્યો હતો
જે પ્લોટ પર છેલ્લા ૧૦ વર્ષથી વસવાટ કરતા શ્રમજીવી પરિવારોને આગામી દિન ૧૫માં ઝૂંપડાઓ હટાવી લેવા હાઈકોર્ટ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. આ કામગીરી દરમ્યાન જીઆઈડીસી પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો. જાે કે, નોટિસને લઈ ચોમાસા દરમિયાન તેમજ અન્ય ક્યાંક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી રાહત આપવા અપીલ કરી રહ્યાં છે.