અંકિતાએ ધક ધક કરને લગા ઉપર ધમાકેદાર ડાન્સ કર્યો
મુંબઈ: ટીવી અને ફિલ્મ એક્ટ્રેસ અંકિતા લોખંડે તેના શાનદાર પરફોર્મન્સ માટે જાણીતી છે. આ સિવાય ડાન્સની શોખીન એવી અંકિતા લોખંડે ઘણીવખત તેના ડાન્સના વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. અંકિતા લોખંડેએ મંગળવારે તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ડાન્સનો એક વિડીયો શેર કર્યો છે. જેમાં તે ફિલ્મ રામલીલાના ગીત લાલ ઈશ્ક પર ડાન્સ કરી રહી છે.
View this post on Instagram
અંકિતા લોખંડેએ આ વિડીયોની સાથે લખ્યું કે મારા ગમતા ગીતોમાંથી એક. અંકિતા લોખંડેનો આ ડાન્સ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અહીં તમને જણાવી દઈએ કે અંકિતા લોખંડેએ ટીવી શો પવિત્ર રિશ્તાથી ડેબ્યુ કર્યું હતું. જ્યારે તેણે બોલિવૂડમાં કંગના રનોતની ફિલ્મ ‘મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસી’થી બોલિવૂડ ડેબ્યુ કર્યું હતું.
તે ફિલ્મ ‘બાગી ૩’માં પણ જાેવા મળી હતી. આ સિવાય અંકિતા લોખંડેએ બોલિવૂડના અન્ય પોપ્યુલર ગીતો જેવા કે ‘અરે રે અરે ક્યા હુઆ’, ‘મનવા લાગે’, ‘ધક ધક કરને લગા’, ‘તીતલી ઉડ ચલા’ વગેરે પર ડાન્સ કર્યો તે પણ તેણે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કર્યો છે.