અંકિતા લોખંડેએ ફેન્સને નવા ઘરની ઝલક દેખાડી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/10/Lokhande.jpg)
મુંબઈ, એક્ટ્રેસ અંકિતા લોખંડે પોતાના કરિયર ઉપરાંત પર્સનલ લાઈફને લઈને પણ ઘણી ચર્ચામાં છે. પોતાના બોયફ્રેન્ડ વિક્કી જૈન સાથેના ફોટોઝ તે સોશ્યલ મીડિયા પર ઘણી વાર શેર કરે છે. તાજેતરમાં અંકિતાએ પોતાના નવા ઘરની ઝલક ચાહકોને દેખાડી છે જે હાલ અન્ડર કન્સ્ટ્રક્શન છે.
એવામાં એક્ટ્રેસના લગ્ન ટૂંક સમયમાં થશે એવી સંભાવના પ્રબળ બની છે. અંકિતા લોખંડે પોતાના નવા ઘરમાં શિફ્ટ થવાની તૈયારી કરી રહી છે જે હવે બનીને તૈયાર થશે. અંકિતા લોખંડેએ ઇન્સ્ટા સ્ટોરી શેર કરી છે જેમાં દેખાય છે કે તેના ઘરનું કન્સ્ટ્રક્શન કામ હજુ ચાલુ છે.
એવું કહેવાય છે કે વિક્કી જૈન સાથે પરણ્યા બાદ તે આ ઘરમાં રહેવાની છે. આ ફોટો શેર કરીને અંકિતાએ લખ્યું કે, ‘હોમ સ્વીટ ન્યુ હોમ.’ આ ઉપરાંત અંકિતાએ પોતાના બોયફ્રેન્ડ વિક્કી જૈન સાથે રોમેન્ટિક પોઝ આપીને એક ફોટો શેર કર્યો છે. આ ફોટોના કેપ્શનમાં લખ્યું છે કે ‘યે વાદા રહા.
અંકિતાના મિત્રો ઉપરાંત ચાહકોએ પણ તેને ભાવી જીવન માટે દુઆ આપી છે. રિપોર્ટ્સનું માનીએ તો અંકિતા લોખંડે અને વિક્કી જૈન ટૂંક સમયમાં લગ્ન કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. અંકિતાના લગ્નને લઈને ચાહકોમાં પણ ઉત્સુકતા જાેવા મળી છે. અંકિતા આ સમયે ટીવીની જાણીતી સિરિયલ પવિત્ર રિશ્તાની બીજી સીઝનને લઈને ચર્ચામાં છે.
આ સીઝનમાં તેની અને મહાભારત, કુછ રંગ પ્યાર કે ઐસે ભી’ ફેમ શહીર શેખની જાેડી છે. અંકિતા લોખંડે અને શહીર શેખની જાેડીને પણ દર્શકોએ આવકારી છે. સોશ્યલ મીડિયા પર તેમની રીલ્સ અને ફોટોને અઢળક લાઈક્સ મળે છે. જણાવી દઈએ કે, પવિત્ર રિશ્તા દરમ્યાન જ અંકિતા લોખંડે અને દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂત એકબીજાની નજીક આવ્યા હતા.
આ બંનેની જાેડીને દર્શકો તરફથી ખૂબ પ્રેમ મળ્યો હતો. લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ અંકિતા અને સુશાંત અલગ થઈ ગયા હતા. સુશાંતના નિધન બાદ અંકિતાએ તેને યાદ કરતાં ફોટોઝ અને વિડીયો શેર કર્યા હતા. તેના કેટલાંક નિવેદનોએ વિવાદ પણ ઊભા કર્યા હતા. વર્કફ્રન્ટની વાત કરીએ તો અંકિતાએ ‘મણિકર્ણિકા’ અને ‘બાઘી ૩’ જેવી ફિલ્મો કરી છે.SSS