અંકિતા લોખંડેને સુશાંત સિંહ રાજપૂતની યાદ આવી રહી છે?

મુંબઈ, અંકિતા લોખંડેએ પવિત્ર રિશ્તા ગણેશોત્સવ માટેનું રિહર્સલ શરુ કરી દીધું છે. એક્ટ્રેસ આ વર્ષે એકલી પર્ફોર્મન્સ આપશે. જણાવી દઈએ કે, અંકિતા લોખંડે અને સુશાંત સિંહ રાજપૂત આ ખાસ પ્રસંગે ‘પવિત્ર રિશ્તા’ના માનવ અને અર્ચના તરીકે મોટેભાગે સાથે જ પર્ફોર્મન્સ આપતા હતા.
આ વર્ષે અંકિતા લોખંડે એકલી પર્ફોર્મન્સ આપવા જઈ રહી છે અને તે સુશાંતને મિસ કરી રહી છે. તેણે ઈવેન્ટમાંથી પોતાની તસવીરો શેર કરી છે અને લખ્યું છે કે તે કેવી પીતે ઉદાસી મહેસૂસ કરી રહી છે અને વીતેલા સમયમાં પરત ફરવાની ઈચ્છા રાખે છે.
તસવીરોની સાથે તેણે લખ્યું છે કે, ‘કેટલીકવાર મને થાય છે કે, હું જીવનમાં વીતેલા સમયમાં પરત જઈ શકતી હોત કંઈ પણ બદલવા નહીં પરંતું કેટલીક બાબતોનો ફરીથી અનુભવ કરવા. થોડી ઉદાસી અને સારુ અનુભવી રહી છે, મેં જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં પરત ફરી છું. મારો પવિત્ર રિશ્તાનો સેટ. આશીર્વાદ માગુ છું અને આ વખતે મારા બાપ્પા માટે એકલી પર્ફોર્મ કરી રહી છું. સફેદ કલરની સીક્વન્સ સાડીમાં અંકિતા લોખંડે ગોર્જિયસ લાગી રહી છે.
ઈન્ડસ્ટ્રીના ઘણા મિત્રોએ તેના લૂકના વખાણ કર્યા છે. કેટલાક ફેન્સનું કહેવું છે કે, તે સુશાંત સિંહ રાજપૂતને મિસ કરી રહી હોય તેવું લાગે છે. પવિત્ર રિશ્તાની બીજી સીઝન ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે અને તેનું ટ્રેલર લોન્ચ થઈ ગયું છે. બીજી સીઝનમાં અંકિતા લોખંડે ‘અર્ચના’ અને શહીર શેખ ‘માનવ’ બન્યો છે.
અંકિતા લોખંડે અને સુશાંત સિંહ રાજપૂતની પહેલી મુલાકાત ‘પવિત્ર રિશ્તા’ના સેટ પર થઈ હતી અને તેઓ છ વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા હતા. તેમણે લગ્નનું પ્લાનિંગ પણ કરી લીધું હતું.
જાે કે, તેઓ છુટ્ટા પડી ગયા અને જીવનમાં આગળ વધી ગયા. ઉલ્લેખનીય છે કે, સુશાંતથી અલગ થયા બાદ અંકિતા લોખંડે હાલ વિકી જૈન સાથે રિલેશનશિપમાં છે. તો સુશાંત સિંહ રાજપૂતનું નિધન ગયા વર્ષે ૧૪મી જૂને થયું હતું. એક્ટરનું નિધન થતાં અંકિતા ભાંગી પડી હતી અને તરત જ તેના પરિવારને સાંત્વના આપવા માટે તેના ઘરે પહોંચી હતી.SSS