અંકિતા લોખંડે અને વિકી જૈન મુંબઈમાં જ સાત ફેરા લેશે

મુંબઈ, અંકિતા લોખંડે અને વિકી જૈને આખરે પરણીને ઠરીઠામ થઈ જવાનું નક્કી કર્યું છે. કપલના લગ્ન ડિસેમ્બરમાં થવાના છે અને તારીખ પણ નક્કી થઈ ગઈ છે. જે મુજબ તેમના લગ્ન સમારોહનું આયોજન ૧૨, ૧૩ અને ૧૪ ડિસેમ્બર એમ ત્રણ દિવસ થવાનું છે. અંકિતા અને વિકીએ તેમના નજીકના મિત્રો તેમજ સંબંધીઓને આ વિશે જાણ કરી દીધી છે. આ સિવાય કંકોત્રી પણ છપાઈ ગઈ છે, જે ખૂબ જલ્દી મહેમાનો સુધી પહોંચાડવામાં આવશે. ટીવી અને બોલિવુડના સેલેબ્સ તેમના સ્ટેટસ સિમ્બોલ પ્રમાણે ડેસ્ટિનેશન વેડિંગ કરતા હોય છે.
પરંતુ અંકિતા લોખંડે અને વિકી જૈન આમ નહીં કરે. માહિતી મુજબ બંને અંકિતા અને વિકી લગ્ન પાછળ ઓછા રૂપિયા ખર્ચવા માગે છે અને તેથી જ મુંબઈમાં લગ્ન કરવાના છે. લગ્ન કરવા માટે અંકિતા લોખંડે અને વિકી જૈન દૂર જવા માગતા નથી અને તેથી મુંબઈમાં જ પરણશે. તેવો શહેરની કોઈ ફાઈવ સ્ટાર હોટેલમાં તેનું આયોજન કરશે. અંકિતા લોખંડે અને વિકી જૈન વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે.
અન્યની જેમ તેમણે પોતાના સંબંધને ક્યારેય છુપાવ્યા નથી. અંકિતા અને વિકી તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર રોમેન્ટિક તસવીરો શેર કરતા રહે છે. અગાઉ આપેલા એક ઈન્ટરવ્યૂમાં અંકિતા લોખંડેએ ટૂંક સમયમાં તેના લગ્ન થવાના હોવાની હિંટ આપી હતી. તેણે કહ્યું હતું કે ‘લગ્ન એક એવી બાબત છે જે ખૂબ સુંદર છે. હા, હું મારા લગ્નને લઈને ઉત્સાહિત છું, જે ખૂબ જલ્દી થવાના છે. હું તેની આશા રાખી રહી છું.
મને જયપુર-જાેધપુરના રાજસ્થાની લગ્ન ગમે છે. પરંતુ હું શું પ્લાન કરીશ તેની મને પણ ખરેખર ખબર નથી. વિકી જૈન પહેલા અંકિતા લોખંડે દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂત સાથે રિલેશનશિપમાં હતી. બંને લિવ-ઈનમાં રહેતા હતા અને વાત છેક લગ્ન સુધી પહોંચી ગઈ હતી. જાે કે, ૬ વર્ષના સંંબંધ બાદ બંનેનું બ્રેકઅપ થયું હતું. બ્રેકઅપ બાદ પણ અંકિતા અને સુશાંત સારા મિત્રો બની રહ્યા હતા. ગયા વર્ષે એક્ટરના નિધન બાદ તેના પરિવારને સૌથી વધારે સપોર્ટ અંકિતા લોખંડેએ આપ્યો હતો.SSS