અંકિતા લોખંડે ખૂબ જલ્દી વિકી જૈન સાથે સાત ફેરા લેશે
મુંબઈ: પવિત્ર રિશ્તા ફેમ અંકિતા લોખંડે અને બિઝનેસમેન વિકી જૈન ઘણા સમયથી રિલેશનશિપમાં છે. એક્ટ્રેસે હાલમાં જ એન્ટરટેન્મેન્ટ વેબ પોર્ટલ બોલિવુડ બબલને આપેલા એક ઈન્ટરવ્યૂમાં વિકી સાથને સાથેના પોતાના સંબંધો તેમજ લગ્નને લઈને ખુલીને વાતચીત કરી હતી. અંકિતાએ કહ્યું કે, ‘મારા માટે પ્રેમ એક જરૂરિયાત છે. જેમ મારા માટે જમવાનું જરૂરી છે ઠીક તે જ રીતે મારા જીવન માટે પ્રેમ પણ જરૂરી છે.
અંકિતા લોખંડેએ આગળ કહ્યું કે, ‘હું ક્યાંય પણ જાઉ અથવા કામ કરી રહી હોવ ત્યારે મને મારો પાર્ટનર સાથે જાેઈએ છે બાકી દુનિયા સાથે મારે કોઈ લેવા-દેવા નથી. જાે અમે સાથે બેસીને ચા પી રહ્યા છીએ, તો તે મારા માટે ઘણું છે. મારા પાર્ટનર સાથે પસાર કરેલી દરેક ક્ષણ મારા માટે ખાસ છે. લોકડાઉન દરમિયાનનો એક સુંદર અનુભવ શેર કરતાં અંકિતાએ કહ્યું કે, ‘મને જમવાનું બનાવતા નથી આવડતું, પરંતુ લોકડાઉન દરમિયાન મેં વિકી માટે ગુલાબજાંબુ બનાવ્યા હતા. પરંતુ ગુલાબજાંબુ બળી ગયા,
તેમ છતાં વિકીએ તેવા ખાઈ લીધા હતા. લગ્ન વિશે વાત કરતાં અંકિતા લોખંડેએ કહ્યું કે, ‘હું પણ દરેક છોકરીની જેમ એ સુખી લગ્નની કામના કરું છું, કારણ કે લગ્ન એવી બાબત છે જે સુંદર છે. હા, હું મારા લઈને લઈને ઉત્સાહિત છું અને ખૂબ જલ્દી લગ્ન કરવાની છું. મને જયપુર-જાેધપુરના રાજસ્થાની અને શાહી લગ્ન પસંદ છે. પરંતુ હજુ સુધી તેને લઈને તૈયારીઓ શરુ કરી નથી.
વિકી જૈન પહેલા અંકિતા લોખંડે દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂત સાથે સીરિયસ રિલેશનશિપમાં હતી. કપલે ૬ વર્ષ સુધી ડેટિંગ કર્યું હતું. તેઓ લિવ-ઈનમાં પણ રહ્યા હતા. બંને લગ્ન કરવાના છે તેવી ચર્ચા પણ ખૂબ થઈ હતી. જાે કે, ૨૦૧૬માં અચાનક છુટા પડીને તેમણે ફેન્સને આંચકો આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સુશાંતનું નિધન ગયા વર્ષે થયું હતું.