અંકુશરેખા ઉપર પાકિસ્તાન દ્વારા ૨૨૦ વખત ગોળીબાર
શ્રીનગર : કલમ ૩૭૦ની નાબૂદી કરવામાં આવ્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો ખુબ તંગ બનેલા છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન દ્વારા ઉશ્કેરણીજનક કૃત્યો કરવામાં આવી રહ્યા છે. પાકિસ્તાન દ્વારા અંકુશરેખા ઉપર યુદ્ધ વિરામનો ભંગ કરીને ૨૨૦ વખત ગોળીબાર કરવામાં આવ્યો છે. બીજી બાજુ ત્રાસવાદીઓ દ્વારા ઘુસણખોરીના ઓછામાં ઓછા ૧૨ પ્રયાસોને સેનાએ નિષ્ફળ બનાવી દીધા છે. ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જા આપનાર કલમ ૩૭૦ની નાબૂદી કરવામાં આવ્યા બાદ પાકિસ્તાન દ્વારા અવિરતરીતે ઉશ્કેરણીજનક કૃત્યો કરવામાં આવી રહ્યા છે.
આના ભાગરુપે યુદ્ધવિરામનો ભંગ કરીને ગોળીબાર કરી આતંકવાદીઓને દેશમાં ઘુસાડવાના પ્રયાસો થયા છે. પાકિસ્તાનમાં નિયમિતપણે કાશ્મીર મામલાને આંતરરાષ્ટ્રીય રંગ આપવાના પ્રયાસોના સંદર્ભમાં મુદ્દાઓ સાથે સુરક્ષા દળો દ્વારા ડેટા ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. અંકુશરેખા ઉપર અનેક વખત ગોળીબાર કરવામાં આવી ચુક્યો છે. પાકિસ્તાની સેના દ્વારા ત્રાસવાદીઓને ઘુસાડવા માટે કવર આપવાના હેતુસર આ ગોળીબાર કરવામાં આવી રહ્યો છે.
સેના દ્વારા ઘુસણખોરીને આશરે ૧૦થી ૧૨ પ્રયાસોને નિષ્ફળ બનાવી દીધા છે. અંકુશરેખા નજીક લોંચ પેડથી ઘુસણખોરીના આ પ્રયાસો ત્રાસવાદીઓ દ્વારા કરવામાં આવ્યા છે. પાંચમી ઓગસ્ટના દિવસે જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જા આપતી કલમ ૩૭૦ને દૂર કરવામાં આવી હતી. આની સરખામણીમાં આ મહિનાના પ્રથમ પાંચ દિવસમાં પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનો ભંગ કરીને ૪૯ વખત ગોળીબાર કરવામાં આવ્યો છે.
આ આંકડો પાંચમી ઓગસ્ટ બાદથી વધીને હજુ સુધી ૨૨૨ ઉપર પહોંચી ગયો છે. જુલાઈ મહિનામાં પાકિસ્તાન દ્વારા ૨૯૬ વખત યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવ્યો હતો. કલમ ૩૭૦ની નાબૂદી બાદ સુરક્ષા દળો દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરી દેવામાં આવી છે. સરહદપારથી ગોળીબારને ભારતીય સેના દ્વારા જારદાર જવાબ આપવામાં આવી રહ્યો છે. આતંકવાદીઓ દ્વારા ઘુસણખોરીના ૧૦થી ૧૨ પ્રયાસો થયા છે. જૈશના ત્રાસવાદીઓની ટોળકી દ્વારા વધુ પ્રયાસો કરાયા છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે, આતંકવાદીઓ ઘુસણખોરી કરવાના ફિરાકમાં છે.