અંક જ્યોતિષની ભવિષ્યવાણી ર૦રરમાં ભારતને ભરપૂર સફળતાઓ મળશે

(એજન્સી) નવીદિલ્હી, બે વર્ષથી મહામારીની મુશ્કેલીઓ સહન કરી રહેલા ભારતીયો માટે ન્યુમરોલોજી એટલે કે ે એક જ્યોતિષ જગતમાંથી એક ખશખબર આવી છે. વર્ષ ર૦રર ના એક જ્યોંતિષનું ફળ કથન જાેઈએ તો આ સમય ભારત માટે અભૂતપૂર્વ સફળતાઓનું હશે.
ખાસ કરીને રમતગમત, ઉદ્યોગ, શિક્ષણ, વિજ્ઞાનજગત અને ગ્લેમરની દુનિયા માટે અંકોની ઉર્જા કામ કરશે. આ ભવિષ્યવાણી વર્લ્ડ ન્યુમરોલોજી દિવસ નિમિત્તે કરાઈ છે. દેશમાં ઈન્ડીયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ન્યુમરોલોજીના સ્થાપક જે.સી. ચૌધરીએ ે કેટલાંક સવાલોના જવાબ આપતા જણાવ્યુ હતુ કે વર્ષ ર૦રરનો આંકડો અને ભારતના આલ્ફાબેટની ઉર્જાઓમાં ગજબની સંગમ દેખાઈ રહ્યો છે. અંક જ્યોતિષ સંકેત આપી રહ્યુ છે કે સંકટનો સમય હવે પાછળ જતો રહ્યો છે. અને ર૦રર પછી દેશનો માર્ગ સરળ છે.
કોઈ વ્યક્તિ, સમાજ, દેશના નામો અને તેની જન્મતારીખો પરસ્પર મળતી હોય એના આધારેે તેની ૭૦ ટકા સફળતાનો માર્ગ સુનિશ્ચિત થાય છે. બાકીનુૃ ૩૦ ટકા યોગદાન મહેનત અને કર્મ પર નિર્ભર કરે છે. પહેલાં વિશ્વ ન્યુમરોલોજી દિવસ નિમિતેે વર્લ્ડ ન્યુમરોલોજી દિવસ નિમિત્તેે વર્લ્ડ ન્યુમરોલોજી ફોરમની સ્થાપના કરવામાં આવી છે.
જે એક એવંુ મંચ હશે જ્યાં વૈશ્વિક સ્તરેે ન્યુમરોલોજી સાથે સંકળાયેલા વિચારોનુૃ આદાનપ્રદાન થશે. આ અંગે ચૌધરીએ જણાવ્યુ હતુ કે જીવનની તમામ વ્યવહારિક પરિસ્થિતિઓ જેવી કે વેપારમાં રોકાણ, મિત્રોની પસંદગી સંપત્તિ ખરીદવી અને ત્યાં સુધી કે સતાન પેદા કરવાના નિર્ણયોમાં એક જ્યોતિષની મદદ લઈ શકાય છે.
ચૌધરીએ જણાવ્યુ હતુ કે ન્યુમરોલોજી સંસ્થાના આગામી વર્ષથી છ મહિનાનો અંક જ્યોતિષનો કોર્સ શરૂ થશે. જેમાં હુૃ પોતે ભણાવીશ, સ્પર્ધાતમક પરીક્ષા થકી ૧૦૦ વિદ્યાર્થીઓની પસંદગી કરીને તેમની ચાર બેચ બનાવીને એંક જ્યોતિષની તાલીમ અને પછી પ્રમાણ પત્ર અપાશે.