અંગજડતીમાં સાબરમતી જેલ સહાયક પાસેથી ૧૧ તમાકુની પડીકી મળતા ફરિયાદ
અમદાવાદ: અમદાવાદ સાબરમતી જેલની બહાર આવી રહેલી વાતો પરથી જેલ ફક્ત નામની હોય તેવુ સ્પષ્ટ ચિત્ર ઉપસી રહ્યુ છે અવારનવાર મોબાઈલ ફોનની ઘટના બનવા ઉપરાંત આશેર મહીના અગાઉ એક શખશ પાસેથી તમાકુની બનાવટો પણ ઝડપાઈ હતી ગઈકાલે ફરી એક વખત મેઈનગેટના ઝડપી સ્કવોર્ડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવાત જેલ સહાયકના અંડરવેરમાંથી બુધાલાલની અગીયાર પડીકા મળી આવ્યા હતા આ ઘટના પગલે ચકચારમચી ગઈ હતી તેના વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોધાવી હતી.
નવી જેલ વિભાગ -૨માં ગઈકાલે બપોરે એક વાગ્યાના સુમારે જેલ સહાયક ત્રડતેશ બાબુભાઈ ચૌધરી આવ્યા હતા જેની તપાસ કરતા મેઈન ગેટનાં જડતી હવાલદાર કમલેશભાઈ ગામીતને કઈક અજુગતુ લાગ્યુ હતુ જેથી કમલેશભાઈ તેમની સઘન તપાસ કરતા ત્રડતેશભાઈના અંડરવેરમાંથી બુધાલાલ તમાકુની અગિયાર પડીકાઓ મળી આવી હતી આ ઘટના જાણ થતા ઉચ્ચ અધિકારીઓને જાણ કરવા આવી હતી પ્રાથમિક તપાસમા ત્રડતેશભાઈ કોઈ સંતોષ જવાબ ન આપી પોલીસ સ્ટેશનમાં ગુનો નોધવામાં આવ્યો હતો અને તેની વધુ તપાસ કરવામાં આવી રહી છે.
હાલ સુધી કેદીઓ પાસેથી ગેરકાયદેસરની રીતે વસ્તુઓ મળતી હતી જા કે હવે જેલ સહાયક પામેથી મળી આવતા જેલતંત્રમાં ચકચાર મચી છે બને ફરી એક વખત જેલતંત્ર સામે સવાલો ઉભા થયા હતા.