Western Times News

Gujarati News

અંગદાનના ક્ષેત્રમાં આપેલા ઉત્કૃષ્ટ પ્રદાન બદલ સુરત ની ડોનેટ લાઈફ સંસ્થાને “સપોર્ટીંગ NGO” નો એવોર્ડ

અંગદાન ક્ષેત્રે ગુજરાતનો ડંકો –“ભારતીય અંગદાન દિવસે” ભારત સરકાર ના નેશનલ ઓર્ગન અને ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન (NOTTO)  દ્વારા ગુજરાત રાજ્યને મળ્યા કુલ છ એવોર્ડ

નેશનલ ઓર્ગન ડોનેશન ડે ના દીવસે દિલ્હી ખાતે સતત બીજા વર્ષે સિવિલ હોસ્પિટલને NOTTO દ્વારા મળ્યો બેસ્ટ ઓર્ગન રીટ્રાઇવલ હોસ્પિટલ ( NTORC) નો એવોર્ડ

કિડની હોસ્પિટલના ડાયરેક્ટર  ડૉ.પ્રાંજલ મોદીને Exemplary Performance in Transplant માટે નો લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ

સુરત સિવિલ હોસ્પિટલને બેસ્ટ બ્રેઇન સ્ટેમ ડેથ કમિટી તેમજ બેસ્ટ ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડીનેટર તરીકેનો એવોર્ડ એનાયત થયો

નેશનલ ઓર્ગન ડોનેશન ડે નિમિ્તે સિવિલ હોસ્પિટલ અને મેડીસીટી કેમ્પસની તમામ હોસ્પિટલોમાં વિવિઘ કાર્યક્રમો કરી ઉજવણી કરવામાં આવી –સિવિલ હોસ્પિટલમાં ઓર્ગન ડોનેશન થીમ ઉપર રંગોળી કરી અંગદાન વિશે જાગૃતિ કેળવવાનો પ્રયાસ

મુખ્મંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ના મક્કમ નેતૃત્વ અને આરોગ્ય મંત્રી શ્રી ઋષીકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય મા છેલ્લાં ત્રણ વર્ષથી  ઓર્ગન ડોનેશન ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી થઈ રહી છે .

જેના પરિણામ સ્વરૂપ ૩ ઓગસ્ટ ના રોજ દિલ્હી આંબેડકર હોલ ખાતે યોજાયેલ એવોર્ડ કાર્યક્રમ માં ભારત સરકાર નાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ નાં રાજ્ય કક્ષા નાં આરોગ્ય મંત્રી શ્રીમતી અનુપ્રિયા પટેલ નાં હસ્તે તેમજ નીતી આયોગ નાં સભ્ય ડો.વિનોદ પોલ,  શ્રી અપૂર્વ ચંદ્રા, સેક્રેટરી હેલ્થ, ભારત સરકાર અને ડો. અતુલ ગોયલ, DGHS, ભારત સરકાર ની ઉપસ્થિતિ માં ગુજરાત રાજ્યને વિવિઘ કેટેગરી માં કુલ ૬ એવોર્ડ એનાયત કરવામાં આવ્યાં છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલને બેસ્ટ ઓર્ગન રીટ્રાઇવલ હોસ્પિટલ, સુરત સિવિલ હોસ્પિટલ ને બેસ્ટ બ્રેઇન સ્ટેમ ડેથ કમિટી તેમજ બેસ્ટ ટ્રાન્સપ્લાન્ટ કોર્ડીનેટર અને કિડની હોસ્પિટલ નાં ડાયરેક્ટર ડો.પ્રાંજલ મોદી ને Exemplary Performance in Transplant માટે નો લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ તથા કીડની હોસ્પિટલ ના જ ડો.વિવેક કુટેને દેશ નાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ ને વિશ્વ પટલ ઉપર પ્રસિદ્ધિ અપાવવા બદલ વિશેષ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત સુરતની ડોનેટ લાઇફ NGO સંસ્થાને બેસ્ટ સપોર્ટીગ એનજીઓ તરીકેનો એવોર્ડ આપવામાં આવ્યો છે અંગોની પ્રતિક્ષા માં મૃત્યુની રાહ જોતાં ઓર્ગન ફેઇલ્યોર થી પીડાતા દર્દીઓને વહેલા મા વહેલા ઓર્ગન મળી રહે તે માટે રાજ્ય મા વઘારે માં વઘારે ઓર્ગન રીટ્રાઇવલ સેન્ટર તેમજ ટ્રાન્સપ્લાન્ટ હોસ્પિટલ કાર્યરત કરવા સરકાર કટિબદ્ધ છે. નેશનલ ઓર્ગન ડોનેશન ડે નિમિ્તે સિવિલ હોસ્પિટલ અને મેડીસીટી કેમ્પસની તમામ હોસ્પિટલો માં વિવિઘ કાર્યક્રમો કરી ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં ૧૦૦૦ કરતા વઘારે લોકોએ સિવિલ મેડીસીટી કેમ્પસ માં અંગદાન ની શપથ લીધી હતી. રાજ્ય માં એક જ દીવસ માં બે હજાર કરતા વધારે લોકોએ અંગદાન ની શપથ લીધી સિવિલ હોસ્પિટલ ના તબીબી અધિક્ષક રાકેશ જોષી એ જણાવ્યુ હતુ કે, આજે ૩ જી ઓગષ્ટ નેશનલ ઓર્ગન ડોનેશન ડે નિમિતે મેડીસીટી કેમ્પસ ની તમામ હોસ્પિટલો માં ઓર્ગન ડોનેશન પ્લેજનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો.

જેમાં મોટી સંખ્યા માં સ્ટાફ અને અન્ય લોકોએ ભાગ લઈ અંગદાન ની શપથ લીધી હતી. આ પ્રસંગે આરોગ્ય વિભાગ નાં તબીબી શિક્ષણ નાં ઇન્ચાર્જ અધિક નિયામક ડો. મીનાક્ષી પરીખ, ડીન ડો હંસા ગોસ્વામી, સિવિલ હોસ્પિટલ ના અધિક તબીબી અધિક્ષક ડો. રજનીશ પટેલ,  અધિક ડીન ડો ધર્મેશ પટેલ તેમજ અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ ના શ્રી દિલીપ દેશમુખ દાદા ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.