અંગૂરી ભાભીએ બાળકનો પ્લાન બનાવ્યો, વિભૂતિ પરેશાન
મુંબઈ: ટીવીનાં સૌથી વધુ જાેવામાં આવતા શોમાંથી એક ‘ભાભીજી ઘર પર હૈનાં દરેક કિરદાર દર્શકોનાં ચહેરા પર મુસ્કાન લાવી દે છે. ટીવી પર ‘ગોરી મેમ’નાં પરત આવ્યા બાદ ‘અંગૂરી ભાભી’ એવું પ્લાનિંગ કરી બેઠીછે, જે સાંભ્યા બાદ વિભૂતિ નારાયણ મિસ્રાનાં હાથ પગ ફૂલી ગયા છે. ચેનલે હાલમાં જ શોનો નવો પ્રોમો શેર કર્યો છે.
જેમાં અંગૂરી ભાભી જલ્દી જ બેબી પ્લાનિંગ કરવાની વાત કરી રહી છે. ચેનલે તેનાં ઓફિશિયલ ટિ્વટર હેન્ડલનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં ‘અંગૂરી ભાભી કિચનમાં કામ કરી રહી છે અને સાથે જ જચ્ચા બચ્ચા ગાઇ રહી છે. તેનાં ખ્યાલોમાં ખોવાયેલી અંગૂરી ભાભી કહેતી નજર આવે છે કે, ‘તૂ ઓફિસ ન જતા આજે થશે અમારો લલના.. જરાં દાઇ કો બુલા લાના આ સમયે જ વિભૂતિ નારાયણ મિશ્રા ત્યાં પહોંચે છે. ત્યાં જ વિભૂતિ કહે છે, ભાભીજી આ શું આપ જચ્ચા બચ્ચા વાલા ગીતો ગાઇ રહી છો.
કોઇ રોમેન્ટિક સોન્ગ ગાવો. જેનાં પર અંગૂરી ભાભી કહે છે કે ના, મને તો આ જ ગીત ગાવાનું મન થઇ રહ્યું છે. અમે આ વખતે બાળકનું પ્લાનિંગ કરી રહ્યાં છે. વિભૂતિ આગળ કહે છે કે, ભાભીજી માહોલ તો જુઓ ક્યાં આપ બાળકનું પ્લાનિંગ કરો છો અંગૂરી ભાભી કહે છે કે, ના ના એમ ટાળવા ટાળવામાં ઘણો સમય નીકળી ગયો છે. અમે ર્નિણય કર્યો છે કે, અમારા ઘરમાં પણ હવે નન્હા મુન્ના ખેલેગા હું લડ્ડૂ કે ભૈયાને બાબા પઉઆ નાથની પાસે મોકલવાની છું.