અંગૂરી ભાભી ફાંકડું અંગ્રેજી બોલવાનું શરૂ કરતાં બધાં ચોંકી ઉઠે છે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/02/Anguri-Bhabhi-scaled.jpg)
એન્ડટીવી પર ભાભીજી ઘર પર હૈમાં વિભૂતિ નારાયણ મિશ્રા કહે છે, “મનમોહન તિવારી (રોહિતાશ ગૌર)ને સરકાર દ્વારા સાક્ષરતાને પ્રમોટ કરવા માટે શૈક્ષણિક સહાય અપાતી હોવાની જાણકારી મળે છે. બાબુ નામે અધિકારી અને હપ્પુ સિંહ (યોગેશ ત્રિપાઠી)ની મદદથી તિવારી અંગૂરી (શુભાંગી અત્રે) માટે સહાયનો લાભ મેળવે છે.
આ પછી તિવારી વિભૂતિ (આસીફ શેખ)ને અમુક નાણાં આપીને તેને અંગૂરીનો શિક્ષક બનાવે છે. દેખાતા માટે વિભૂતિ ટીકા, મલખાન, ટિલ્લુ અને ચાચાજીને અંગૂરીના ક્લાસમાં વિદ્યાર્થી તરીકે હાજરી આપવા સમજાવે છે, જ્યાં સકસેના (સાનંદ વર્મા), ડોક્ટર અને માસ્ટરજી અંગૂરીની સાક્ષરતા અને અંગ્રેજી બોલીની તપાસ કરવા માટેઆવે છે.
અંગૂરી ફાંકડું અંગ્રેજી બોલવાનું શરૂ કરતાં અને તેમના બધા પ્રશ્નોનો ઉત્તરો આપતાં તેમને આંચકો લાગે છે. વિભૂતિ બ્લુટૂથ થકી બધા પ્રશ્નોના ઉત્તરો આપવામાં મદદ કરે છે. શું સકસેના, ડોક્ટર અને માસ્ટર આ ગોપનીયતા વિશે જાણી શકશે?”
એન્ડટીવી પર હપ્પુ કી ઉલટન પલટનની વાર્તા વિશે રાજેશ કહે છે, “રાજેશ (કામના પાઠક)ની ખુશીનો કોઈ પાર નથી, કારણ કે તેનો બાળપણનો દોસ્ત ધર્મેશ વર્ષો પછી તેમના ઘરે આવી રહ્યો છે. તેનું સ્વાગત કરવા રાજેશ તેનું મનગમતું ખાવાનું બનાવે છે અને તેથી તેની બહેન બિમલેશ (સપના સિકરવાર)ને ઈર્ષા થાય છે.
આથી બિમલેશ ધર્મેશ મરી જશે એવો શ્રાપ આપે છે. થોડા સમય પછી ધર્મેશ જેની સાથે પ્રવા કરતો હોય તો ડ્રાઈવર જગ્ગુ રાજેશને કોલ કરે છે અને ધર્મેશના દુખદ નિધનની માહિતી આપે છે, જેને લીધે તેને આંચકો લાગે છે. જગ્ગુ કહે છે કે ધર્મેશને અકસ્માત નડ્યો અને તે ખીણમાં પડી ગયો છે.
આથી રાજેશ ભાંગી પડે છે અને બિમલેશને દોષ આપવાનું શરૂ કરે છે. જોકે જગ્ગુની આ પાછળ યોજના હોય છે. તેણે ધર્મેશનું અપહરણ કરેલું હોય છે અને હવે રાજેશના ઘરે જઈને ધર્મેશના ભૂતને નામે તેમને અને અન્યોને છેતરીને નાણાં (10 લાખ) ચોરી કરવા માગે છે.
રાજેશ તેનો વિશ્વાસ કરે છે અને હપ્પુ (યોગેશ ત્રિપાઠી)ને નાણાંની વ્યવસ્થા કરવા માટે વિનંતી કરે છે. શું દરોગા હપ્પુ સિંહ આ અપહરણનું પગેરું શોધી શકશે અને ધર્મેશને બચાવીને જગ્ગુને ખુલ્લો પાડી શકશે?”