અંગ્રેજાેએ પણ ખેડૂતોની સામે ઝૂકવું પડ્યું હતું: ગુલામનબી
નવીદિલ્હી, સંસદની બજેટ સેશનમાં સરકાર ખેડૂતોના મુદ્દે ચર્ચા માટે રાજી થઈ ગઈ છે. ત્યારે રાજ્યસભામાં કોંગ્રેસના નેતા ગુલામનબી આઝાદે ચર્ચાની શરૂઆત કરતા તેમણે કહ્યું,
‘સરકારે ત્રણેય કૃષિ કાયદા પરત લેવા જાેઈએ, વડાપ્રધાન ખુદ એ એલાન કરે તો સારૂં થશે. અંગ્રેજાેના જમાનાથી ખેડૂતોનો સંઘર્ષ થતો આવ્યો છે. અંગ્રેજાેએ પણ ખેડૂતોની સામે ઝૂકવું પડ્યું હતું. ખેડૂતવિરોધી કાયદા પરત લેવા પડ્યા હતા.’
તેમણે કહ્યું, ‘૧૯૦૬માં અંગ્રેજ શાસને ખેડૂતોની વિરુદ્ધ ત્રણ કાયદા બનાવ્યા હતા અને તેમનો માલિકી હક લઈ લીધો હતો.
તેના વિરોધમાં ૧૯૦૭માં સરદાર ભગતસિંહના ભાઈ અજિતસિંહના નેતૃત્વમાં પંજાબમાં આંદોલન થયું અને તેને લાલા લજપત રાયનું પણ સમર્થન મળ્યું. સમગ્ર પંજાબમાં દેખાવો થયા. એ સમયે એક અખબારના સંપાદક બાંકે દયાળે ‘પગડી સંભાલ જટ્ટા, પગડી સંભાલ’ કવિતા લખી જે પછીથી ક્રાંતિકારી ગીત બની ગયું.
અંગ્રેજાેએ કાયદામાં કેટલાક ફેરફાર કરવા પડ્યા. તેનાથી લોકો વધુ ઉશ્કેરાયા. જેના પછી અંગ્રેજાેએ ત્રણેય કાયદા પરત લેવા પડ્યા.’
ગુલામનબીએ કહ્યું કે કેટલાક વરિષ્ઠ પત્રકારો, સાંસદ શશી થરૂરની વિરુદ્ધ દેશદ્રોહનો કેસ નોંધાયો છે. જે પરત લેવો જાેઈએ. તેમણે સવાલ કર્યો કે જે વ્યક્તિ વિદેશ રાજ્યમંત્રી રહ્યા હોય, એ દેશદ્રોહી કેવી રીતે હોઈ શકે?
ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે કાશ્મીરના નાના કર્મચારી બે વર્ષથી ઘરમાં બેઠેલા છે. ટૂરિઝમ સમાપ્ત થઈ ગયું.
એજ્યુકેશન સમાપ્ત થઈ ગયું, કેમ કે કોવિડને કારણે સ્કૂલ-કોલેજ બંધ રહી, હજુ પણ બંધ છે. કેટલાંક સ્થળે ઓનલાઈન એજ્યુકેશન શરૂ થયું છે. કાશ્મીરમાં તો હજુ પણ ૨જી છે.
કાશ્મીરમાં રસ્તાઓની હાલત ખરાબ છે. સારી વાત એ છે કે લોકલ બોડીની ચૂંટણી થઈ, પરંતુ વડાપ્રધાનજીને બીજું કંઈ દેખાતું નથી.
નોર્થ-ઈસ્ટ અને જમ્મુ-કાશ્મીર આપણા માટે ખૂબ જરૂરી છે. આ માટે આપણે યોગ્ય પગલાં લેવા પડશે.
આ અગાઉ ખેડૂતોના મામલે નારેબાજી અને હંગામો કરવાથી આમ આદમી પાર્ટી (આપ)ના ૩ સાંસદોને સભાપતિએ બહાર મોકલી દીધા હતા.
આ સાંસદો સંજય સિંહ, સુશીલકુમાર ગુપ્તા અને એનડી ગુપ્તા છે.HS