અંજલી ગાયકવાડ ઇન્ડિયન આઈડલના સેટ પર પાછી આવી
મુંબઈ: સિંગિંગ રિયાલિટી શો ‘ઈન્ડિયન આઈડલ ૧૨’ના ફિનાલેને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ‘ઈન્ડિયન આઈડલ ૧૨’ની સફળતા અને કન્ટેસ્ટન્ટ્સના ટેલેન્ટને જાેતાં મેકર્સ ભવ્યાતિભવ્ય ફિનાલે યોજવા માગે છે અને તેના માટેની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. ગ્રાન્ડ ફિનાલેમાં સેલિબ્રિટીઝ આવી એવી ચર્ચા તો હતી જ ત્યારે હવે શોના ટોપ ૧૫ કન્ટેસ્ટન્ટ્સને પણ બોલાવી લેવાયા છે. હાલ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે, જેમાં ‘ઈન્ડિયન આઈડલ ૧૨’ના ટોપ-૬ કન્ટેસ્ટન્ટ્સની સાથે શોના આઉટ થઈ ગયેલા કન્ટેસ્ટન્ટ્સ પણ જાેવા મળી રહ્યા છે.
સીઝનની સૌથી નાની વયની અને ક્લાસિકલ સિંગર અંજલી ગાયકવાડ શોના સેટ પર પાછી આવી છે. ઘણાં દિવસો બાદ પોતાના જૂના સાથીઓને મળીને અંજલી ખૂબ ખુશ થઈ હતી. અંજલીએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર ‘ઈન્ડિયન આઈડલ ૧૨’ના મિત્રો સાથેની તસવીરો શેર કરી છે. તસવીરોમાં અંજલીની સાથે અરુણિતા, પવનદીપ, શન્મુખપ્રિયા, દાનિશ, નિહાલ, આશિષ, અનુષ્કા બેનર્જી, સાયલી, નચિકેત લેલે,
સમ્યક વગેરે જાેવા મળી રહ્યા છે. અંજલીએ ગર્લગેંગ સાથેની તસવીર પણ શેર કરી હતી. જેમાં તેની સાથે સાયલી, શન્મુખપ્રિયા અને અનુષ્કા બેનર્જી જાેવા મળે છે. જૂના મિત્રોએ મળીને યાદો વાગોળી સાથે જ ધમાલ-મસ્તી પણ કરી હતી. સૌએ મળીને ઈન્સ્ટાગ્રામ રીલ બનાવ્યા હતા. અંજલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક રીલ શેર કર્યું છે. જેમાં દાનિશ ઉદાસ હોવાનું નાટક કરે છે.
વિડીયોના અંતે પવનદીપની નાટકીય એન્ટ્રી અને નચિકેત લેલેનું દાનિશને ભેટી પડવું હસાવી દે છે. આ સિવાય શોના બધા જ કન્ટેસ્ટન્ટ્સ મળીને પોતાનો સ્વેગ બતાવી રહ્યા છે. અંજલીએ આ વિડીયો શેર કરતાં લખ્યું, “અમારો સ્વેગ.” જાેકે, આ વિડીયો અને તસવીરોમાં સવાઈ ભાટ અને સૌથી પહેલા એલિમિનેટ થયેલો કન્ટેસ્ટન્ટ સવાઈ ભાટ નથી જાેવા મળી રહ્યો.