અંડમાન અને નિકોબાર વિસ્તારમાં ભૂકંપનો આંચકો
નવીદિલ્હી, અંડમાન અને નિકોબાર ટાપુ સમૂહ વિસ્તારમાં આજે બપોરે ભૂકંપના તેજ આંચકા અનુભવાયા હતાં ભૂકંપની તીવ્રતા રિએકટર સ્કેલ પર ૫.૧ માપવામાં આવી છે આ માહિતી નેશનલ સેંટર ફોર સીસ્મોલોજી તરફથી આપવામાં આવી છે. જાે કે ભૂકંપના કારણે હાલ કોઇ રીતના જાનમાલના નુકસાનના અહેવાલો નથી.
મળતી માહિતી અનુસાર અંડમાન અને નિકોબાર ટાપુ સમૂહ વિસ્તારમાં સોમવારે બપોરે લગભગ ૩.૦૮ કલાકે આ ભૂકંપ આવ્યો હતો ભૂકપ ટાપુ સમૂહના વિસ્તાર ના દક્ષિણ પૂર્વમાં ૫૧૦ કિલોમીટર દુર કૈપબેલની ખાડીમાં હતું. ભૂકંપનું કેન્દ્ર જમીનથી ૧૦ કિમી અંદર હતું.જાે કે કોઇ જાનહાની થઇ નથી.HS