અંડરવર્લ્ડ ડોન રવિ પૂજારીને ૧૫ વર્ષ બાદ આફ્રિકાથી ભારત લવાયો
બેંગ્લુરૂ, ૧૫ વર્ષ સુધી રાહ જોયા બાદ અંતે ભારતીય સુરક્ષા એજન્સીઓને સફળતા મળી ગઈ છે. અંડરવર્લ્ડ ડોન રવિ પૂજારીને આજે સવારે સેનેગલથી ભારત લાવવામાં આવ્યો. પૂજારીને બેંગલુરુ અને મેંગલુરુની પોલીસ પશ્ચિમ આફ્રિકન દેશ સેનેગલથી લઈને અહીં પહોંચી છે. હાલ તેની સાથે મોદીવાલામાં પૂછપરછ ચાલી રહી છે. આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે. પૂજારી પર હત્યા અને ખંડણીના ૪૦થી વધુ કેસ ચાલી રહ્યા છે.
નોંધનીય છે કે રવિ પૂજારીની ગયા મહિને આફ્રિકન દેશ સેનેગલથી ધરપકડ કરવામાં આવી હતી. મીડિયા રિપોટ્ર્સ મુજબ, ધરપકડ બાદ પૂજારી અચાનક ગુમ થઈ ગયો. કહેવામાં આવી રહ્યું છે કે પૂજારીની કર્ણાટક પોલીસ અને સેનેગલના અધિકારીઓએ એક સંયુક્ત કાર્યવાહીમાં ત્યાંના એક ગામમાંથી ધરપકડ કરી. થોડા દિવસો પહેલા સેનેગલની સુપ્રીમ કોર્ટે પ્રત્યર્પણની વિરુદ્ધ પૂજારીની અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ પૂજારીની પાસે કોઈ કાયદાકીય વિકલ્પ બચ્યો નહોતો.
૧૫ વર્ષથી હતો ફરારરવિ પૂજારી લગભગ ૧૫ વર્ષથી ભારતથી ફરાર હતો. પોલીસ ખંડણી, હત્યા, બ્લેકમેઇલ અને છેતરપિંડી સાથે જોડાયેલા અનેક મામલામાં તેની શોધખોળ કરી રહી હતી. તેની પર અનેક બાલિવૂડ સ્ટાર્સ પાસે ખંડણી માંગવાના કેસ ચાલે છે. તેની વિરુદ્ધ લગભગ ૨૦૦ મામલાને લઈ રેડ કાર્નર નોટિસ પણ જાહેર કરવામાં આવી ચૂકી છે. ગયા મહિને પોલીસે રવિ પૂજારીના એક નજીકના સાથી આકાશ શેટ્ટીની ધરપકડ કરી હતી.