અંડરવર્લ્ડ ડોન દાઉનના સાથી અબ્દુલ મજીદની ધરપકડ
અબ્દુલ વર્ષ ૨૦૧૯થી ભારતમાં આવ્યો હતો, જમેદપુરમાં નકલી પાસપોર્ટ મોહમ્મદ કમાલના નામથી રહી રહ્યો હતો
ગાંધીનગર, ગુજરાત અને મહારાષ્ટ્રમાં વર્ષ ૧૯૯૭ના પ્રજાસત્તાક દિવસે બોમ્બ વિસ્ફોટ કરવા પાકિસ્તાન એજન્સીની ઇશારે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમ દ્વારા મોકલવામાં આવેલા વિસ્ફોટ પદાર્થના કેસમાં સંડોવાયેલા અને ૨૪ વર્ષથી વોન્ટેડ આતંકવાદી અબ્દુલ મજીદ કુટ્ટીની ગુજરાત એટીએસની ટીમે ઝારખંડના જમશેદપુરથી ધરપકડ કરી છે
ડિસેમ્બર ૧૯૯૬માં ત્રણ આરોપીઓ આ વિસ્ફોટક સાથે મહેસાણાથી પકડાયા ત્યારે બેંગકોંગ ત્યાંથી પટણાથી ખોટા પાસપોર્ટ પર મલેશિયા ગયો હતો અને ત્યાંથી વર્ષ ૨૦૧૯માં જમશેદપુર આવી ખોટા નામે રહેતો હતો.
ગુજરાત એટીએસના ડીવાયએસપી કે કે પટેલે જણાવ્યું હતું કે એટીએસની ટીમને બાતમી મળી હતી કે ગુજરાત અને મહારાષ્ટ્રમાં વર્ષ ૧૯૯૭ના પ્રજાસત્તાક દિવસે બોમ્બ વિસ્ફોટ કરવા પાકિસ્તાન એજન્સીના ઇશારે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમ દ્વારા મોકલવામાં આવેલા વિસ્ફોટ પદાર્થના કેસમાં સંડોવાયેલા અબ્દુલ મજીદ અહંમદ કુટ્ટી હાલમાં ઝારખંડ ખાતે આવેલા જમશેદપુરમાં રહે છે
જેના આધારે ટીમે તેના ધરની બહારથી ઝડપી લીધો હતો જેની પુછપરછ કરતા જણાવ્યું હતું કે પોતે આ કેસમાં સંડોવાયેલો છે અને છોટા રાજન અબુ સાલેમ છોટા શકીલ સહિત અનેક ગેંગસ્ટરો સાથે કામ કરતો હતો વર્ષ ૧૯૯૬માં અબુ સાલેમ સાથે દુબઇ ગયો ત્યારે આ વિસ્ફોટક પદાર્થ અને હથિયાર ધુસાડયા હતાં.
ગુજરાતમાં મહેસાણામાં કેસમાં પકડાયેલા મોહમ્મદ ફઝલ કુરેશી શકીલ નામના આરોપી ધરપકડ કર્યા બાદ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમ કાવતરૂ ધડયું હોવાનું સામે આવ્યું હતું આરોપી અબ્દુલ મજીદ કુટ્ટી ભારત છોડી બેંગકોક જતો રહ્યો હતો ૧૯૯૯ સુધી ત્યાં રહી કામ કરતો હતો. પોરબંદરના મમુમિયા સાથે ઓળખાણ થઇ હતી
બાદ સ્મગલિગનો ધંધો શરૂ કર્યો હતો જમશેદપુરના રહેવાસી મહમદ ઇનામઅલી સાથે ઓળખ થઇ હતી જેને પટણાથી મહમદ કમાલ નામે અબ્દુલ મજીદ કુટ્ટીનો ખોટો પાસપોર્ટ બનાવડાવ્યો હતો ત્યાંથી દુબઇથી મલેશિયા જઇ કાપડનો વેપાર કરતો હતો વર્ષ ૨૦૧૯માં મે મહિનામાં ભારત આવી જમશેદપુરમાં નામ બદલીીને રહેતો હતો.