Western Times News

Gujarati News

અંડર વૉટર સિક્યુરિટી: સાબરમતી નદીના પાણીમાં અદ્યતન ઉપકરણો ગોઠવાશે

File Photo

અમદાવાદ, અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેમની સુરક્ષાને લઈને કોઈપણ પ્રકારની કચાશ છોડવામાં નહી આવે. તેમના આગમન પછી અમદાવાદના આકાશમાં કોઈ પ્લેન ઉડી નહી શકે એટલેકે નો ફ્લાય ઝોન જાહેર કરાશે. જ્યારે બીજીતરફ રિવરફ્રન્ટનો નજારો માણનારા ડોનાલ્ડ ટ્રમ્પ પર કોઈ હુમલો ન કરે તે માટે સાબરમતીના પાણીમાં અદ્યતન ઉપકરણો ગોઠવવામાં આવશે અને તે માટે આવતીકાલથી જ સિક્રેટ એજન્સીઓ અમદાવાદ આવી રહી છે.

ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષા માટે વિવિધ એજન્સીઓ સાથે પોલીસે જડબેસલાક સુરક્ષા વ્યવસ્થાની તૈયારી કરી લીધી છે. બીજીતરફ અમેરિકાની સિક્રેટ એજન્સી આવતીકાલે અમદાવાદ આવી પહોચશે. સિક્રેટ એજન્સી સલામતીની સંપુર્ણ ચકાસણી કરશે અને તે લીલીઝંડી આપશે ત્યારબાદ ટ્રમ્પનું એરફોર્સ-૧ અમદાવાદ એરપોર્ટ પર લેન્ડીંગ કરશે. ટ્રમ્પ મોટેરા સ્ટેડિયમ ઉપરાંત સાબરમતી આશ્રમની પણ મુલાકાત લેવાના છે. ટ્રમ્પ પર હવાઈ હુમલો ન થાય તે માટે તે સમયે અમદાવાદના આકાશમાંથી કોઈપણ પ્લેન ઉડી નહી શકે.ટૂંકમાં નો ફ્લાય ઝોન જાહેર કરવામાં આવશે. તે સિવાય પાણીમાંથી હુમલાની શક્યતાને પગલે સાબરમતી નદીમાં પણ સુરક્ષાના અદ્યતન ઉપકરણો ગોઠવવામાં આવશે. અમેરિકાથી સલામતીના તમામ સાધનો લઈને કાર્ગો પ્લેન અમદાવાદ એરપોર્ટ પર આવશે.

બીજીતરફ સાબરમતી આશ્રમ પાસે નદીમાં ઠેર ઠેર સ્પાય કેમેરા ઉપરાંત અંડર વોટર  વેપન્સ ગોઠવવામાં આવશે. સુરક્ષાની આ સમગ્ર સિસ્ટમ સેન્સર બેઝ્ડ અને રિમોટ ઓપરેટેડ હશે.સુરક્ષાને ધ્યાનમાં લઈને ઈન્દીરા બ્રિજથી વાસણા બેરેજ સુધીના વિસ્તારને કવર કરવામાં આવશે.

અમેરિકાની સિક્રેટ એજન્સી અમદાવાદ પોલીસ ઉપરાંત વિવિધ સુરક્ષા એજન્સીઓ સાથે સુરક્ષાની સમીક્ષા કરશે અને ટ્રમ્પની સુરક્ષામાં કોઈપણ પ્રકારની ત્રુટી ન રહી જાય તેનું ધ્યાન રાખશે. સુરક્ષામાં કોઈ ખામી જણાશે તે તાત્કાલિક દુર કરવામાં આવશે. સિક્રેટ એજન્સીની સ્નાઈપર્સની ટીમ સતત બોટ સાથે પેટ્રોલિંગ કરશે. જ્યારે ટ્રમ્પ અને મોદી ગાંધી આશ્રમની મુલાકાત લેશે અને રિવરફ્રન્ટનો નજારો માણશે ત્યારે સિક્રેટ એજન્સીની સ્નાઈપર્સની ટીમો   સાબરમતી નદીમાં સતત બોટ સાથે પેટ્રોલિંગ કરશે. ટ્રમ્પની કાર સહિત સલામતીના તમામ સાધનો લઈ કાર્ગો પ્લેન આવશે. ટ્રમ્પની સલામતીના તમામ સાધનો લઈને કાર્ગો પ્લેન અમદાવાદ એરપોર્ટ પર આવશે.  જેમાં ડોનાલ્ડ ટ્રમ્પની બિસ્ટ કાર ઉપરાંત સ્પાય કેમેરા અને  તમામ પ્રકારના શસ્ત્રો કાર્ગો પ્લેનમાં લાવવામાં આવશે. જ્યારે ટ્રમ્પ અને મોદી ગાંધી આશ્રમની મુલાકાત લેશે અને રિવરફ્રન્ટનો નજારો માણશે ત્યારે સિક્રેટ એજન્સીની સ્નાઈપર્સની ટીમો   સાબરમતી નદીમાં સતત બોટ સાથે પેટ્રોલિંગ કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.