અંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વુમન ઓફ એક્સસેલેન્સ સીઝન ૩ એવોર્ડ્સનું આયોજન
પંચતત્વના થીમ પર આધારિત એવોર્ડ સેરિમનીમાં થશે મહિલા- શક્તિના ઘણા શક્તિશાળી પાસાઓની સાચી ઓળખ..
અમદાવાદ : દરેક વર્ષે ૮મી માર્ચેને અંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રૂપમાં ઉજવામાં આવે અને આ વર્ષે તારીખ ૬ માર્ચ , રવિવારના દિવસે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે એક અદભુત ૫ કલાકનું એવોર્ડ કાર્યક્રમનું પરિકલ્પના કરવામાં આવ્યું છે જેમાં એક નવું શ્રીષ્ટીનું નિર્માણ કરવાના પરિકલ્પના અને ઈચ્છા શક્તિ છે
અને આ કાર્યક્રમમાં ૪૦ થી વધુ મહિલાઓ પોતાના વિચારો રજુ કરશે અને એને સન્માનિત કરવામાં આવશે. આ સિવાય સમાજમાં કાર્યરતઃ એવા ૨૫ ખાસ મહિલાઓનું સન્માન થશે જેને અદભુત ક્રિએટિવ કાર્યો કર્યા છે અને આવા રોગચાળાના સમય પણ સમાજ માટે અને એક બીજા માટે દિલથી કશું નવું કર્યું છે.
કાર્યક્રમમાં અમદાવાદ શહેરના પૂર્વ મેયર શ્રીમતી મીનાક્ષી બેન પટેલ, લાયન્સ ગ્રુપના ફંડ રેઇઝિંગ ડિરેક્ટર શ્રીમતી હર્ષાબેન પટેલ અને સુશ્રી માલતી મેહતાને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે અને એ આવા મહિલાઓનું સન્માન કરશે.
ગેસ્ટ ઓફ હોનરના રૂપમાં શ્રીમતી મોનીકા જિંદાલ , શ્રીમતી વિશાખા શાહ, શ્રીમતી હીરાબેન પ્રજાપતિ, શ્રીમતી વિનિતા મોતિયાની અને શ્રીમતી નીતુ જીયાણીનું ખાસ અભિવાદન કરવામાં આવશે.
આ વર્ષના ઉજવણીને ખાસ બનાવા માટે BH CLUB , SMS PR અને First impaxive , Samyak Women’s Club, Globentis, Net Vision, ગોકુલ આયુર્વેદ સેન્ટર Travellogram, SWEC – Overseas Education and Immigration Services, Silver Pearl Tours & Travels, Avantika Infotech, Tuli Chants, Piyush Patel – Photography, Natural Healing Care, Glam Greens જેવા બ્રાન્ડ્સના સહયોગથી આ ખાસ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવ્યું છે.
કાર્યક્રમનું વધુ માહિતી અને રૂપ રેખાને પ્રસ્તુત કરતા શ્રી પરેશ દવેએ જણાવ્યું હતું કે, ” આ વર્ષના અંતરરાષ્ટ્રીય મહિલા દિવસનું ઉજવણી અમે એક બહુ જ ખાસ અંદાઝમાં કરીશું કારણ કે અમારું આ એવોર્ડ્સનું કોન્સેપટ અનોખો અને સમાજલક્ષી છે.
અમે એવું માણીયે છીએ કે દરેક નારીમાં એક શક્તિ અને પરિવાર, સમાજ અને દેશ માટે કશું પોઝિટિવ અને સારું કરવાનું આશય હોય છે અને આવા મહિલાઓને ખાલી નામ પૂરતું જ નહીં પણ એના ક્રિએટિવ આઇડિયાઝ, ટિમ વર્ક અને સારું કામ કરવાની પેશન માટે સન્માનિત કરવું જોઈએ.
એટલે આ સીઝન – ૩માં અમે પંચતત્વ ની થીમ ઉપર ૪૦ થી વધુ મહિલાઓને ૫ ટીમ્સ – એટલે આસમાન , અગ્નિ , ધરા, જળ અને વાયુ જેવા ટીમોમાં વિતરત કરી અને આખા ફેબ્રુઆરી મહિનામાં અમે જોરદાર કાર્યો કર્યા. અમે આવા મહિલાઓને સલામ કરીયે છીએ અને એના કામ માટે સરાહના કરવા બદલ પુરસ્કૃત કરીયે છીએ.”
કાર્યક્રમના માહિતી આપતા અપૂર્બા સેને જણાવ્યું કે, ” શરૂઆતથી જ વુમન ઓફ એક્સસેલેન્સ એવોર્ડ્સના મુખ્ય હેતુ રહ્યું છે મહિલાઓ દ્વારા મહિલાશક્તિનું સમ્માન અમને ખુશી છે કે એક મહિનાથી અમારા ટીમ્સના મહિલાઓએ એના પાવર સ્પોન્સોરના સાથે મળીને અદભુત ટિમ બિલ્ડીંગ, કૉમ્યૂનિટી બિલ્ડીંગ, નેટવર્કિંગ, બિઝનેસ, flea માર્કેટ,
પ્રેસેંટેશન્સ, સાંસ્કૃતિક કાર્યક્રમ, પાવર્ડ બાય મીટ્સ, વિઝિટ્સ , ક્વિઝ પ્રોગ્રામ્સ, સ્કીટ્સ, ઝૂમ મીટિંગ્સ જેવા અદભુત કાર્યો કર્યા અને સાથે સાથે સંગીત અને ડાન્સનું મજા પણ માણ્યા પણ દરેક એકટીવીટીના પાછળ એક વિચાર હતું કે તમે તમારા પંચતત્વના ટિમ મુજબ કામ કરશો અને જળ, ધરા, અગ્નિ , વાયુ અને આસમાનના ક્ષેત્રમાં શું સારું કરવું જોઈએ એ જ વિચારસો. દરેક ટીમને એક પાવર સ્પોન્સોર અને એક ક્રિએટિવ કેપ્ટન આપવામાં આવ્યું હતું અ
ને શ્રીમતી ઈલા ગોહિલ, શ્રીમતી શીતલ દવે, શ્રીમતી સોઉમ્યા ચતુર્વેદી, શ્રીમતી તુલી, શ્રીમતી રૂપલ રાઠોડ, શ્રીમતી સ્વીટી ગોસર, શ્રીમતી નિમીષા શાહ, શ્રીમતી પ્રાચી , શ્રીમતી ફેમિના શાહ, શ્રીમતી ઉમા રમન , શ્રીમતી હિમાદ્રિ પટેલ , શ્રીમતી મેઘના ઓઝા , શ્રીમતી ભૂમિકા મોદી, ર્ડો. નિમીષા શાહ, શ્રીમતી મદિહા જેવા મહિલાઓ એ અદ્દભુત જુસ્સો અને જોશ નું પ્રદર્શન કર્યું હતું.”
કાર્યક્રમને વધારે વેગ આપવા માટે શ્રીમતી રાખી શાહ, શ્રીમતી રેખા અગ્રવાલ, શ્રીમતી અનિતા નેનવાની , શ્રીમતી નિધિ શાહ, ર્ડો. વિશ્વજીત રાજપૂત , શ્રી પ્રણવ પ્રતીક , શ્રી શ્યામ સુંદર અગ્રવાલ, શ્રી દિપક જીયાની, શ્રી અમિત નેનવાની, શ્રી નિગમ શાહ, શ્રીમતી રાખી જૈન જેવા સમુદાયના યોદ્ધાઓએ મહત્વનું ભૂમિકા ભજવ્યો હતો.