અંતરા માલી બોલિવૂડ છોડ્યા પછી પણ કરોડોની કમાણી કરે છે
મુંબઈ: ફિલ્મ મેં માધુરી દિક્ષીત બનના ચાહતી હુંથી પોપ્યુલર બનેલી અંતરા માલીએ બોલિવુડમાં અનેક ફિલ્મો કરી છે. તેણે પોતાની એક્ટિંગની છાપ બોલિવુડ પર છોડી છે. એક સમયે ખુદ અમિતાભ બચ્ચને તેના અભિયનના વખાણ કર્યા હતા. પરંતુ તેમ છતા તે બોલિવુડમાં સફળ એક્ટ્રેસ બની શકી ન હતી. પોપ્યુલર થયા બાદ પણ તેે એક પણ ફિલ્મ હિટ થઈ ન હતી.
અંતરા ફેમસ ફોટોગ્રાફર જગદીશ માલીની દીકરી છે. અંતરા શરૂઆતમાં તેલુગુ ફિલ્મોમાં કામ કરતી હતી. પરંતુ થોડા સમય બાદ તે બોલિવુડમાં આવી હતી. જ્યાં તેણે બોલિવુડ ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ તે ક્યારેય સફળ ન થઈ શકી. અંતરાએ બોલિવુડની ૧૨ વર્ષના કરિયરમાં ૧૨ ફિલ્મો કરી હતી. જેમાંથી એકપણ હિટ થઈ ન હતી.
ફ્લોપ કરિયર બાદ તેણે લગ્નજીવનમાં ઝંપલાવ્યુ હતું. બાદમાં તેણે ૨૦૦૯ માં ફેમસ જીક્યુ મેગેઝીનના સંપાદક ચે કુરિયન સાથે લગ્ન કર્યા હતા. હાલ તે પોતાના પરિવાર સાથે ખુશીથી જીવે છે. અંતરાને લગ્નજીવનમાં એક દીકરી પણ છે.
તે બહુ જ લો પ્રોફાઈલ લાઈફ જીવે છે. ઉલ્લેખનીય છે કે, અંતરાના પતિ કરોડપતિ છે. અંતરા રામ ગોપાલ વર્માની ફેવરિટ એક્ટ્રેસમાની એક હતી. તેણે પ્રેમ કથા, મસ્તા, ડરના જરૂરી હૈ, મેં માધુરી દિક્ષીત બનના ચાહતી હું જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. જાેકે, તેને ઓળખ કંપની ફિલ્મથી મળી હતી. બોલ્ડ અને હોટ અદાઓથી અંતરા પસંદીદા એક્ટ્રેસ ગણાતી હતી. પરંતુ અચાનક તેણે બોલિવુડને અલવિદા કહ્યું હતું.